Thursday, May 30, 2024

વાણી

* સત્ય વાણી

* સારી વાણી

* પ્રાસંગિક વાણી

માનવીની વાણીને જીવનમાં મૌલિક મહત્ત્વ પ્રાપ્ત છે. સાચી વાત તો આ છે કે કોઈ વ્યક્તિ શું છે એ તેની વાતચીતથી જાહેર થઈ જાય છે. પવિત્ર પ્રવૃત્તિના લોકોની વાતચીતમાં પવિત્રતા જોવા મળશે. ભટકી ગયેલા અને ગુમરાહ લોકોની ગુમરાહી તેમની વાતોથી સ્પષ્ટપણે ઝલકતી રહે છે. માણસ જે કાંઈ કહે છે માત્ર તેનાથી જ નહીં બલ્કે વાતચીતની શૈલી અને અંદાજ પણ બતાવે છે કે એ શું અને કેવો છે. જો માણસને શાંતિ અને રાહત પ્રાપ્ત નથી તો તેની વાતચીતથી જાહેર થશે કે તે અશાંત છે. શાંત વ્યક્તિની વાતોમાં કોઈ પણ પ્રકારનો તનાવ નહીં જોવા મળે. અશાંત વ્યક્તિ પોતાની વાતોથી બીજાઓને પણ તાણ-ગ્રસ્ત કરી દેશે. આનાથી વિરુદ્ધ એવી વ્યક્તિ કે જેનું હૃદય શાંત હશે, તેની વાતોમાં આ શક્તિ હોઈ શકે છે કે તે તાણ-ગ્રસ્ત વ્યક્તિની માનસિક તાણને દૂર કરી શકે.

પછી માણસની ઇચ્છાઓ અને કામનાઓનું પ્રદર્શન પણ તેની વાણીથી થાય છે. માણસ કામનાઓના સહારે જ જીવિત રહે છે. માણસની વાસ્તવિક ઓળખ તેની કામનાઓ દ્વારા જ થાય છે. તેની કામનાઓના પ્રકાશમાં આપણે જાણી શકીએ છીએ કે આ કોઈ મોટો કે મહાન માણસ છે, અથવા તો કોઈ નાની કે નિમ્નકક્ષાની વ્યક્તિ.

વિચાર અને ચિંતનમાં જો કોઈ વિશાળતા જોવા મળે છે અને તેમાં કોઈ પ્રકારની સંકિર્ણ દૃષ્ટિ નથી તો પછી તેની વાતો વ્યાપકતાના ગુણથી સુશોભિત હશે. જેની વાણીમાં પ્રશંસનીય ગુણો જોવા મળતા હોય અને જે વિચારદો। અને ભાવદોષથી મુક્ત હોય તો પછી સરળતાપૂર્વક તમે કોઈ એક વાક્યમાં એ વ્યક્તિના વ્યક્તિત્વને ચિત્રિત કરી શકોે છો. વ્યક્તિના સંપૂર્ણ જીવનથી જે વાક્ય કે કથનને સમર્થન મળતું રહ્યું હશે, તે વાક્ય પવિત્ર કે મહા-વાક્ય પણ હોઈ શકે છે, અને હીન તેમજ અપવિત્ર પણ. આ તે વ્યક્તિના ચારિત્ર્ય પર નિર્ભર કરે છે. કુઆર્નમાં આ બન્ને પ્રકારના વાક્યોનો ઉલ્લેખ થયેલ છે. પવિત્ર તથા મહા-વાક્ય તો એ છે કે જે શુભ તથા કલ્યાણકારી હોય. એ ભલાઈઓનો સ્ત્રોત પુરવાર થાય છે. તેનો સંબંધ કોઈ વિશેષ દેશ તથા કાળથી નથી હોતો. તે તો સદાબહાર વૃક્ષ સમાન હોય છે. તેના ફળ મીઠા અને સ્વાસ્થ્ય વર્ધક હોય છે. એવું વાક્ય હંમેશ જીવંત રહે છે. તેમાં માત્ર તાજગી જ નહીં બલ્કે આકર્ષણ-શક્તિ પણ હોય છે. મસ્તિષ્ક જ નહીં બલ્કે આત્મા સુદ્ધાં તેનાથી જાગૃત થઈ શકે છે. તે જીવનના મર્મને સ્પર્શ કરે છે, અને વ્યવહારિક જીવન સાથે પણ તેનો ગાઢ સંબંધ હોય છે.

વાણી સંબંધે આ ત્રણ વાતો હંમેશ દૃષ્ટિ સમક્ષ રહેવી જોઈએ –

૧. સત્ય
૨. સારપ
૩. પ્રાસંગિકતા

તમે જે કંઈ કહો-બોલો તે સત્ય હોય. કોઈ એવી વાત ક્યારેય પણ તમારા મોઢે ન આવવા પામે કે જે સત્ય ન હોય, બલ્કે જૂઠ હોય. કેમકે જૂઠી વાતો ગુમરાહી – પથભ્રષ્ટતાનું કારણ બને છે. કેટલાક જૂના રચનાકારોે આ વાતનું ધ્યાન ન રાખ્યું. તેઓ કાલ્પનિક કથાઓની રચના કરતા ગયા અને એ કથાઓને તેમણે સત્ય અને સત્ય ઘટનાઓના રૃપમાં જન-સામાન્ય સમક્ષ પ્રસ્તુત કરી. તેમને સાંભળનારા અને વાંચનારા શ્રદ્ધાળુઓ તેમને વાસ્તવિક વૃત્તાંત સમજીને વાંચતા-વંચાવતા રહ્યા અને જે વાતો તેમની સમજમાં ન આવી તો તેમણે કહ્યું કે આ અમારી સમજનો દોષ છે. ધર્મ ગ્રંથોમાં જે કંઈ પણ છે તે સંપૂર્ણપણે સત્ય જ છે. કાશ! સત્યનું મૂલ્ય અને મહાત્મ્ય તેમની સમક્ષ હોત અને તેઓ બુદ્ધિ તથા સમજદારીથી કામ લેત તો સત્ય અને અસત્યમાં તેઓ સહેલાઈથી ભેદ કરી શકતા હતા. પરંતુ સત્યથી વધીને તેમને રસમય તથા વિચિત્ર આખ્યાઓ જ પ્રિય રહી. તેઓ સત્યથી દૂર થતા ગયા અને વૈજ્ઞાાનિક દૃષ્ટિકોણથી અજાણ થઈને રહી ગયા.

વાતમાં સત્ય હોવું જોઈએ. જો વાતમાં સત્ય ન હોય તો મોઢે પણ ન લાવો. આ જ વાણીના સંબંધમાં પ્રથમ સૂત્ર છે. વાણી સંબંધે જોવાની બીજી વાત આ છે કે એ માત્ર સાચી હોય એટલું જ નહીં, બલ્કે સારી પણ હોય, અર્થાત્ સત્યની સાથે તેમાં સારપ પણ જોવા મળતી હોય. જો એ કોઈ લાભદાયક વાત હોય તો પછી એ કોઈને બતાવવાની જરૂરત નથી રહેતી. આ બીજા સૂત્ર ઉપર જો ધ્યાન આપવામાં આવે તો પછી કેટલીય નિરર્થક ઔવાતો કરવાથી આપણે બચી જઈશું, અને સારી તથા લાભદાયક વાતો જાણવા તથા લોકોને તેમનાથી વાકેફ કરાવવા માટે આપણી પાસે વધુમાં વધુ સમય હશે.

ત્રીજી જરૂરી વસ્તુ જે ધ્યાન આપવા લાયક છે તે આ છે કે વાત ગમે તેટલી સાચી કેમ ન હોય તેના વર્ણન માટે ઉચિત અવસરનું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. જો તમે એક સારી વાત પણ કહેવા જઈ રહ્યા હોવ, પરંતુ તે કસમય કે અવસર વિહોણી હોયે તો એ સારી વાત પણ બૂરી થઈ જશે, અને વિવેકશીલ વ્યક્તિની નજરમાં તમે ના-સમજ ઠરશો. દા.ત. ખુશી તથા લગ્નની કોઈ મહેફિલ હોય, ત્યાં તમે એવા સમાચાર સંભળાવવાની ઉતાવળ ન કરો, જે ગમ અને દુઃખ ભરી હોય. તેને તમે કોઈ અન્ય અવસર માટે સ્થગિત કરી રાખો. એવી જ રીતે મહેફિલ જો ગમની હોય અથવા તો તમે કોઈ શોક સભામાં સામેલ છો તો પછી હસવા-હસાવવાથી પરહેઝ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments