Sunday, April 21, 2024
Homeકેમ્પસ વોઇસશિક્ષણ નીતિ, ૨૦૧૯: સમાજ અને સંસ્કૃતિનું સુકાન મરોડવાનો પ્રયાસ

શિક્ષણ નીતિ, ૨૦૧૯: સમાજ અને સંસ્કૃતિનું સુકાન મરોડવાનો પ્રયાસ

૩૦મી મે, ૨૦૧૯ એટલે સરકારના સત્તાગ્રહણને માંડ અઠવાડિયું ! સત્તા મળતા ની સાથે એક તરફ કેબીનેટની મીટીંગમાં બેરોજગારી અને મંદ પડતા જતા અર્થકારણ બાબતે બે સમીતીઓ નું ગઠન થયું અને તેના અભ્યાસ વિચાર કે અહેવાલ ની રાહ પણ જોયા વગર આ શિક્ષણ નીતિ રજૂ કરાઈ. તેને પદાશ્રીત – પદ ઉપર ઉંચા દરજ્જાની વ્યક્તિ ને બેસાડવા માત્રથી જ – ગૌરવ અપાવવા વાસ્તે કે. કસ્તુરી રંગન જેવા માણસ ને ચેરમેન પદે સ્થપાયા હતા. શ્રી કસ્તુરી રંગનની રોકેટ સાયન્સ જેવા અઘરા વિષય જાણકારી કબુલ પણ એ કોઈ શિક્ષણવિદ નથી જ. આ અગાઉ પણ શિક્ષણમાં આવા પ્રયાસો થયા જ છે. શ્રી યશપાલને શિક્ષણમાં ઉડો રસ હતો અને યુ જી .સી ના ચેરમેન પણ બન્યા હતા, પરંતુ તેની સમિતિનો અહેવાલ અલમારીમાં શોભે તેવો થયો. તે પહેલાં ખુલ્લંખુલ્લા શિક્ષણનું વેપારીકરણ નો માર્ગ શોધવા માટે બિરલા અંબાણી સમિતિ પણ રચાઈ જ હતી. આ બાબત વિચિત્ર જણાય તેમ છે – પણ સરકારને દેશના આમ આદમી માટે અને એક આધુનિક ભારત માટે શિક્ષણ ક્ષેત્રને પ્રિયોજવાને બદલે નફાકારકતા, ખાનગીકરણ અને હવે ‘સાંસ્કૃતિક ધરોહર’ જેવા ઉદ્દેશને સેવવા જેવું લાગ્યું છે. કાલે ઉઠીને દોઢ સો કરોડની વસ્તી પહોંચી જનાર આ દેશનો ભવિષ્ય માટે મોટી વિમાસણ અને અજંપો નીપજે તેવી રીતે આ – ૨૦૧૯ ની શિક્ષણ નીતિ તૈયાર થઈ છે. આવનારા ભવિષ્યનો વિચાર કરવાને બદલે ભૂત બની ચૂકેલા અતિત અને તેના કલ્પનો તથા પરંપરાના આશ્રયે દેશ સરકતો જવાનો છે.

ભારત આઝાદ થયો ત્યારે શિક્ષણવિદ અને ફિલસૂફ એવા પ્રો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પ્રથમ સમિતી રચાઈ. અલબત્ત, તે અગાઉ, મેકોલે છાપ શિક્ષણ નીતિ (૧૮૩૬)થી બહાર નિકળવા સ્વદેશી જરૂરતો અને  સુવિધાઓ નો ખ્યાલ કરીને ૧૯૨૦ માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરીને નવી જ દિશા ખોલી હતી. પણ તે પછી દેશનું કમભાગ્ય એવું રહ્યું કે ગાંધીવાદી = તકવાદી કહેવા વમાં અપવાદો શોધવાનું કામ જટીલ બની ગયું. ગાંધી ને ગાંધીવાદીઓ દ્વારા પણ ખાસ એવા પ્રદુષિત કરાવ્યા. એટલે સુધી કે આજની વિષમ પરિસ્થિતિમાં લોકો માટે શ્રદ્ધાય ગાંધીવાદી શોધવાનું લગભગ અસંભવ બન્યું.

૧૯૬૬માં કોઠારી કમિશન શિક્ષણ સારી સેવા કરી. તેમાં જીડીપીના છ ટકા રકમ ને શિક્ષણ માટે વાપરવાની સલાહ હતી. ૧૯૬૬ થી ૨૦૧૯ સુધી એક પણ સરકારે આ કામ કર્યું જ નથી. અલબત્ત, ૨૦૧૯ ની નીતિ આ માટે તૈયારી દાખવી છે ખરી. ૧૯૮૬માં શ્રી રાજીવ ગાંધીના સમયમાં નવી શિક્ષણ નીતિ નો પ્રારંભ થયો. દરેક જિલ્લામાં એક-એક નવોદય શાળા સ્થાપી ઉચ્ચ ગુણવત્તા વાળા શિક્ષણનો પ્રારંભ થયો. શાળાઓમાં ભૌતિક માળખાકીય સગવડો માટે ‘ઓપરેશન બ્લેક બોર્ડ ની શરૂઆત કરાઈ. દેશ ૧૯૪૭માં આઝાદ થયો ખરો પણ છેક ૧૯૮૬ સુધી બધી નિશાળમાં કાળા પાટીયા પણ હતા નહીં. તેમાં થાડાક સુધારા સાથે, નરસિંહ રાવ સરકારે ૧૯૯૨ ની નીતી બનાવી; પણ તેમાં તો નવા જન્મેલા (૧૯૯૧થી) મૂડીવાદ નો શિક્ષણ ક્ષેત્રમાં પગપેસારો કરાવવાનો ખ્યાલ મુખ્ય રહ્યો..

તે પછી ૨૦૦૨માં ગરીબ અને ઝુંપડવાસીના બાળકોને પણ, ધનવાનોના બાળકોને સાંપડે તેવું શિક્ષણ મળે તે માટે ‘રાઇટ ટુ એજ્યુકેશન’નો બંધારણીય સુધારો કરાયો. આ સુધારા દ્વારા શિક્ષણને એક મૂળભૂત અધિકારનું સ્થાન તો મળ્યું. પણ તે અંગેના વિગતવાર નિયમો ઘડવામાં આઠ વર્ષ લાગ્યા. ૨૦૦૨માં એક શુભ ઇરાદાને બંધારણમાં સ્થાન તો મળ્યું પણ ૨૦૧૯માં પણ તેનો ઉચિત અમલ થતો નથી. આપણા મહાન રાજકારણીઓ અને પ્રચંડ બુદ્ધિમત્તા ધરાવતા નોકરશાહોની ખાનગી અને નફો કરતી શિક્ષણ સંસ્થાઓ સાથેની મીલીભગતનાં આથી મોટું ઉદાહરણ ભાગ્યે જ સાંપડે!

આ કુલ અને અછડતાં સંદર્ભમાં પાર વગરની અન્ય વિગતો ઉમેરી શકાય તેમ છે. ટુંકમાં સાર એટલો નિકળે છે કે શિક્ષણને પીલવા, પીસવા, દબાવવા અને પ્રતાડીત કરવામાં ભાગ્યે જ કોઈ કમી રહી ગઈ છે.

શ્રી કસ્તુરી રંગન સાથે નવ સભ્યોની સમીતિએ આ નીતિ તૈયાર કરીને રજૂ કરી છે. અલબત્ત, તેની કામગીરીનો પ્રારંભ ૨૦૧૫થી થઈ ગયો હતો. પોતે ખરેખર કેટલું ભણેલા છે તે બાબતથી પણ અજાણ એવા સ્મૃતિ ઇરાની માનવ સંસાધન વિકાસ (શિક્ષણ) મંત્રી હતા ત્યારે શિક્ષણના સુધારા માટે સમગ્ર દેશમાંથી સૂચનો મંગાવેલા. લોકોએ પુષ્કળ સૂચનો મોકલ્યા. કદાચ તેની ઉપરથી ૨૦૧૫નો હેવાલ તૈયાર કરાયો અને તેને ૨૦૧૯માં એક નીતિનું રૂપ અપાયું હોય તેમ જણાય છે.

આ નીતિના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છેઃ

 (૧) શિક્ષક કે અધ્યાપક બનનાર વ્યક્તિના શિક્ષણ અને તાલીમ અંગેની વ્યવસ્થા તથા ગુણવત્તાના કડક ધોરણો.

 (૨) શાળેય શિક્ષણના કુલ ચાર તબક્કાઃ (૫+૩+૩+૪).

 (૩) ત્રિભાષી (માતૃભાષા, હિન્દી, અંગ્રેજી/ સંસ્કૃત) શિક્ષણ.

(૪) નાલંદા, તક્ષશિલા સાથોસાથ અતીતનું પુનઃસ્થાપન.

(૫) ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા જીડીપીના છ ટકાનો ખર્ચ.

(૬) ખાનગી યુનિવર્સિટીઓ, પરદેશી યુનિવર્સિટીઓ અને ગુણાત્મકતા.

આ સમગ્ર નીતિ  અહેવાલ લગભગ ૬૪૦ પાના નો છે અને તેની વિગતો સમજવા કે જાણવા ઈચ્છનારે તો પોતે જ તેમાંથી પસાર થવું રહ્યું; પરંતુ તેની તાત્કાલિક અને કેટલીક પાયાની બાબત સમજવા વાસ્તે ઉપર નોંધાયેલા છ મુદ્દાનો વિચાર કરીએ. આ સમગ્ર વિચારણામાં, દેશની શિક્ષણ વ્યવસ્થા અને સમસ્યા નું જ નખચિત્ર, લેખના પ્રારંભે રજુ કર્યું છે તે સ્મરણમાં રાખવું ઘટે.

 (૧) શિક્ષક – અધ્યાપકના શિક્ષણ, તાલીમ અને પસંદગીઃ કોઈ પણ વ્યક્તિ એ શિક્ષક કે કોલેજના અધ્યાપક થવા માટે આકરી કસોટી પાર કરવાની છે. શિક્ષકો માટે કસોટી ના છ તબક્કા નક્કી થયા છે. તે મુજબ, દરેક શિક્ષકે ્‌ઈ્‌ પાસ કરવી પડશે. આ પરીક્ષામાં હીન્દી, અંગ્રેજી, ગણિત, મનોવિજ્ઞાન વગેરે જેવા વિષયો હશે. તેની લેખિત પરીક્ષામાં ખોટા જવાબ માટે માર્ક્સ કાપી લેવામાં આવશે.  ત્રણ ખોટા જવાબ એક માર્ક કપાશે.કોઈ પણ વ્યક્તિ એ શિક્ષક કે કોલેજના અધ્યાપક થવા માટે આકરી કસોટી પાર કરવાની છે. શિક્ષકો માટે કસોટી ના છ તબક્કા નક્કી થયા છે. તે મુજબ, દરેક શિક્ષકે ્‌ઈ્‌ પાસ કરવી પડશે. આ પરીક્ષામાં હીન્દી, અંગ્રેજી, ગણિત, મનોવિજ્ઞાન વગેરે જેવા વિષયો હશે. તેની લેખિત પરીક્ષામાં ખોટા જવાબ માટે માર્ક્સ કાપી લેવામાં આવશે.  ત્રણ ખોટા જવાબ એક માર્ક કપાશે.કોઈ પણ વ્યક્તિ એ શિક્ષક કે કોલેજના અધ્યાપક થવા માટે આકરી કસોટી પાર કરવાની છે. શિક્ષકો માટે કસોટી ના છ તબક્કા નક્કી થયા છે. તે મુજબ, દરેક શિક્ષકે ્‌ઈ્‌ પાસ કરવી પડશે. આ પરીક્ષામાં હીન્દી, અંગ્રેજી, ગણિત, મનોવિજ્ઞાન વગેરે જેવા વિષયો હશે. તેની લેખિત પરીક્ષામાં ખોટા જવાબ માટે માર્ક્સ કાપી લેવામાં આવશે.  ત્રણ ખોટા જવાબ એક માર્ક કપાશે.

તે પછીના તબક્કે, જે વિષયમાં ગ્રેજ્યુએટ કર્યું હોય તેમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સીની પરીક્ષા પાસ કરવી પડશે. આ લેખિત પરીક્ષામાં સફળ થાય તેને તેની  જગ્યાના આધારે નક્કી થયેલ કટ ઓફ ના આધારે ઇન્ટરવ્યૂમાં બોલાવાશે. આ ઈન્ટરવ્યુમાં પણ સફળ રહે તેને એક વર્ગખંડ માં પ્રત્યક્ષ ભણાવવાનું સોંપાશે. આ શિક્ષણક્રિયાનો વિડીયો બનશે અને તેને મિનિસ્ટ્રીમાં પણ મોકલાશે. આ રીતે બધા જ ચરણોમાં પાસ થનાર ને નોકરીમાં લેવાશે. પરંતુ આ નોકરીનો પ્રથમ ત્રણ વર્ષનો ગાળો અજમાયશી રહેશે અને તે માં પણ શિસ્ત, રાષ્ટ્રભાવના, ગુણવત્તા વગેરેમાં ઉણા ઉતરનારને કાઢી મૂકાશે.

એક જમાનામાં (૧૯૭૪) નવનિર્માણ કરનારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓથી સરકાર કેટલી ડરે છે અથવા સાવધ છે તેનો આ પુરાવો છે. આ આખી ગોઠવણ સામે પાર વગર ના પ્રશ્ન ચિહ્ન છે. સાથોસાથ, સરકારી વિચારધારા માં ગોઠવાઈ ન શકે તેને ફેંકી દેવાની તથા તેવા સમર્થકો વડે જ શિક્ષણ વ્યવસ્થા ભરી દેવાનો અલિખીત કાર્યક્રમ પણ અહીં છતો થાય છે. 

(ક) આ પ્રકારની ભરતી વ્યવસ્થા નોકરશાહો માટે નથી.

 (ખ) ઈન્ટરવ્યુમાં પાસ કરવા બેસનાર બોર્ડમાં સમાવાતા સભ્યોની વૈચારિક પ્રતિબદ્ધતા કઈ હશે ?

(ગ) માનો કે બધું શુભ નિષ્ઠાથી ચાલે , છતાં સવાલ એ છે કે આવા શિક્ષકોના પ્રથમ ત્રણ વર્ષ કેવા વિતશે? અલબત્ત, તેમને દસ-વીસ હજાર જેવો પગાર નહીં પણ રૂ. ૬૮,૦૦૦નો પગાર મળશે, અને તે રીતે અતિથી શીક્ષકે કે કરારાધારિત પદ્ધતિ નહીં રહે પરંતું ત્રણ વર્ષ પછી તેમને છૂટા કરી શકાય તે ભય અનિશ્ચિત નથી.

(ઘ) તમામ તબક્કાની સફળતાનો આધાર તે દરેક માટે ગોઠવાતા તંત્ર ઉપર રહેશે, આવા તંત્ર બહુ ભરોસાપાત્ર હોતા નથી.

આ ઉપરાંત શિક્ષક બનવા માટેની બી.એડ.ની પરીક્ષા ૨૦૨૫ સુધી બે વર્ષની અને પછીથી ચાર વર્ષના અભ્યાસક્રમ વાળી બનશે.

 (૨) બીજી તરફ શિક્ષણમાં પ્રવેશનાર વિદ્યાર્થીઓની સ્થિતિ – પરિસ્થિતિ વિશે પણ કેટલાક સુધારા સૂચવ્યા છે. શાળેય શિક્ષણને, તે પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની ઉંમરના આધારે નવા માળખામાં ગોઠવવામાં આવનાર છે. આ મુજબ, હવે શિક્ષણને ૫+૩+૩+૪ એવા વયજુથમાં ગોઠવવામાં આવશે. આ નવી ગોઠવણ, વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા તથા સામાજિક અનુબંધ વિકસાવવા માં ઉપયોગી નીવડશે એવું ધારવામાં આવે છે. શિક્ષણ નો પ્રથમ તબક્કો ત્રણથી આઠ વર્ષના રહેશે. તે પછી ત્રણ વર્ષ નું પ્રાથમિક શિક્ષણ, તે પછી બીજા ત્રણ વર્ષનું (વય જૂથ ૧૧-૧૪) માધ્યમિક શિક્ષણ અને તે પછીના ચાર વર્ષ (૧૪-૧૮) ઉચ્ચ માધ્યમિક શિક્ષણ રહેશે.

આ સમગ્ર વ્યવસ્થામાં શિક્ષણના અધિકારની બંધારણીય જોગવાઈ નો અમલ થશે. પ્રાથમીક કક્ષા સુધી મધ્યાહન ભોજન યોજનાનો અમલ થશે. જો કે તેમાં કેળા અને દૂધ આપવા જોઈએ એમ કહવાયું છે. આશા રાખીએ કે આંગણવાડી બહેનોને રસોઈકામમાંથી છૂટી ન કરાય.

શિક્ષણના આ વિભાગમાંથી જ નોલેજ સોસાયટીને આકાર આપતાં પગલાં ભરાશે. માત્ર પુસ્તકિયા ભણતરમાં યોગ અને પ્રાણાયામ ઉમેરાશે. ભણતર ભાર વગરનું થશે. વર્ગખંડોની બહાર પણ (આરએસએસની શાળાઓની જેમ) પેલા છ ગરણે ગળાઈને આવેલા અને નોકરી ગુમાવવાના ભયથી ફફડતા શિક્ષકો આ નોલેજ સોસાયટીનો પાયો નાંખશે?

 (૩) શિક્ષણમાં ત્રણ ભાષાનો ઉપયોગ થશે. આ નીતિ જાહેર થઈ ત્યારે હિન્દીને ફરજીયાત બનાવવાનો વિચાર હતો પરંતુ દક્ષિણના રાજ્યોએ  – અગાઉ ૧૯૬૮માં કરેલા તેવો હિન્દીને સૌને માથે ઠોકી બેસાડવાના વિચારનો પ્રબળ વિરોધ કર્યો. હવે સરકાર એમ કહે છે કે આ તો કોઈક ગેરસમજ છે. ઠીક ભાઈ!

પેલા ત્રણથી આઠ વર્ષના પ્રથમ તબક્કામાં માતૃભાષા દ્વારા શિક્ષણ અપાશે. (અંગ્રેજી માધ્યમના ખાનગી કે.જી. અને ડે કેર સેન્ટરો પણ માતૃભાષાનો ઉપયોગ કરશે?)

વળી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાઓ હવે સ્કીલ ઇન્ડિયાની ધુન વગાડીને કૌશલ્ય વિકાસ સધાશે, ખરેખર તો આ સ્કીલ અને કૌશલ્ય શબ્દો માયાજાળ જેવા છે. દેશમાં આજે પણ આઈઆઈટીમાંથી બી.ટેક. કે એમ.ટેક થયેલા પાસે નોકરી નથી. આ બધા પણ સ્કીલ વગરના છે? દેશનો ખેડૂત પણ સ્કીલ્ડ જ છે ને? તેના જેવા સીધો ચાસ તો પાડી બતાવો? કઈ સ્કીમની આપણા શોધ કરી રહ્યા છીએ? વાદળને કારણે રડાર કામ નકરે, ઇન્ટરનેટના ફેલાવા અગાઉ અને ડીજીટલ કેમેરા પ્રચલિત થતા પહેલા કે માત્ર કાળું-ધોળું છાપી શકનારા છાપાંના જમાનામાં પણ વિરમગામથી ઇન્ટરનેટ ઉપર મોકલેલા રંગીન ફોટા છપાય તેના કૌશલ્યની વાત છે? આ ચિત્ર માત્ર જ નથી; પણ મુઝવનારૂં પણ છે.

સાથોસાથ એક જુનો અનુભવ પણ યાદ કરીએ. ૧૯૮૦ના દાયકામાં પણ એક સરકારી યોજના ચલાવાયેલી. તેનું નામ હતું ટ્રેઇનીંગ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ – ટ્રાયસેમ. આ યોજના  અંતર્ગત ગ્રામીણ યુવાઓને પ્લમ્બીંગ, મોટર રીવાઈન્ડીંગ રીપેરીંગ, કડીયાકામ, દરજીકામ વગેરેની તાલીમ અપાતી અને સ્ટાઈપેન્ડ પણ અપાતું. ટ્રેઈનીંગ પછી પણ કામ તો મળતું નહીં. તેથી યુવાઓ એક પછી એક તાલીમ લેતા અને સ્ટાઈપેન્ડના આધારે જીવતા. આ બધા જ સ્કીલ્ડ યુવાઓ અત્યારે શું કરે છે તે શોધવા જેવું ખરું!

 ત્રિભાષી ફોર્મ્યુલામાં હિન્દી અને માતૃભાષા પછી અંગ્રેજી આવે તે સમજાય તેવું છે. પરંતુ તેમાં સંસ્કૃત છે પણ ઉર્દુ, અરબી, ફારસી નથી. સંસ્કૃત ને તો પાઠશાળા શિક્ષણને વધુ મજબુત કરી ને પણ પુનર્જીવિત કરવાની છે પણ ગૌતમ બુદ્ધની પાળી, અર્ધમાગધી, વગેરે ને પણ કોઈ સ્થાન નથી. શિક્ષણમાં સાંસ્કૃતિક બ્રાહ્મણવાદ ને પુર્ન જીવિત કરવાનો કોઈ ઉપક્રમ હોય તેવી શંકા અસ્થાને નથી. કસ્તુરી રંગના જેવા વૈજ્ઞાનિક પણ આવું માને!

 (૪) ચાણક્ય, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, સુશ્રુત, ઉપરાંત નાલંદા અને તક્ષશીલા જેવા વિચારો આ સરકારના શિક્ષણ નીતિના આલેખનમાં સમાવાયા ન હોય તો જ આશ્ચર્ય થવું જોઈએ. અતીત સ્વર્ણિમ હતો અને આપણે સૌ મહાન હતા તેવા વિચારોની ચુસણી છોડાવવી અઘરી છે. આપણે પુરાણો ને પણ ઈતિહાસ માનીએ છીએ. આશ્ચર્ય ન થાય છતાં નોંધપાત્ર ગણાય તેવી વાત એ છે કે આપણા શિક્ષણ મંત્રીશ્રીએ શ્રીલંકાની જે યુનિવર્સીટીમાંથી ઉચ્ચ પદવીઓ મેળવી છે તે યુનીવર્સીટી જ ક્યાંક ગુમ થઈ ગઈ છે એમ પત્રકાર પુણ્ય પ્રસુન બાજપાઈ જણાવે છે! ( જેમ રાજીવ ગાંધીએ જિલ્લા કક્ષાએ નવોદય વિદ્યાલય સ્થાપ્યા તે આ શિક્ષણ નીતિ, જીલ્લા જીલ્લે નાલંદા – તક્ષશિલા બનાવશે. આ અદ્‌ભૂત રચના માટે જેટલી શુભેચ્છાઓ પાઠવીએ તેટલી ઓછી જ પડવાની છે!

 (૫) પણ આ સમગ્ર રચનામાં એક બારીકાઈ પકડવા જેવી છે. આ બારીકાઈ ડ્રોપ આઉટ રેટ – શાળા ત્યજી જનાર બાળકો તરફ નજર નાંખવાથી સ્પષ્ટ થાય છે. ખરેખર તો અહીં વપરાતો ડ્રોપ આઉટ શબ્દ પ્રયોગ જ ખોટો છે. બાળકો સ્વેચ્છાએ ભણવાનું બંધ નથી કરતા પણ તે એવા સંજોગોમાં ફસાઈ જાય છે કે તેમણે ભણવાનું બંધ જ કરી દેવું પડે – તે રીતે ડ્રોપ આઉટ નથી પણ પુશ્ડ આઉટ છે. એવા બાળકો નું પ્રમાણ ઘણું મોટું છે. પ્રવેશ કક્ષાએ લગભગ ૯૫ ટકા બાળકો શાળામાં પ્રવેશ મેળવે તો છે. પણ તે જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ શાળા બહાર ધકેલાતા જાય છે. બાળકોને શાળા બહાર ધકેલવાની સ્થિતિ આ પ્રમાણે છેઃ

 ધોરણ ૧ થી ૫માં ભણનારા વિદ્યાર્થીઓ લગભગ ૯૫ ટકા હોય છે. ધો. ૬-૮ માં આ પ્રમાણ ૯૧ ટકા, ધો. ૯ થી ૧૦ માં ૭૯ ટકા અને ધો. ૧૧-૧૨માં તે ૫૧ ટ કા બની રહે છે. આમ લગભગ અડધા વિદ્યાર્થીઓ બહાર ધકેલાઈ જાય છે.

હવે સવાલ એ છે કે સરકારે નાલંદા-તક્ષશિલા અથવા ઉત્તમ શિક્ષણ આપે તેવી અન્ય વ્યવસ્થા માટે જીલ્લા કે અન્ય સ્તરે જે માળખાગત આયોજન કર્યું છે તેમાં આ ધકેલાવાના દરને ગણતરીમાં કેમ લીધો છે ? સરકાર ક્યાં તો એમ ધારી લે છે કે આ દર ચાલુ જ રહેશે અને તેથી વધુ સગવડ કરવાની જરુર નથી અથવા વધારાની સગવડ ખાનગીક્ષેત્ર કરશે તેવી તેને આશા છે.

 (૬) યુનિવર્સિટી શિક્ષણની બાબતમાં સરકારની માનસિકતા છતી કરે તેવા કેટલાક બનાવો નોંધીને પછી ચર્ચા કરીએ.

(ક) દેશમાં IIT ઉત્તમ કક્ષા ના ટેકનીકલ શિક્ષણ આપે છે. (આટલી સ્કીલ છતાં તેના ઘણા વિદ્યાર્થીઓ આજે પણ, બેકાર ફરે છે !) પણ તાજેતરમાં સરકારે કેટલીક ‘એકસલેન્સ’ ધરાવતી સંસ્થાઓ ની જાહેરાત કરી. તેમાં જીઓ યુનિવર્સિટી પણ હતી; જેણે તે વખતે તો જમીન પણ લીધી ન હતી !

(ખ) ખુદ વડાપ્રધાનશ્રી પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી તેમજ હાલના માનવ સંસાધન વિકાસ મંત્રીશ્રીની ડીગ્રી તથા અભ્યાસ અંગે અનેક લોકોએ આશંકાઓ વ્યક્ત કરી છે.

 (ગ) વર્તમાન સમયના માનવ સંસાધન વિકાસ મંત્રીશ્રી જ્યોતિષ ને વિજ્ઞાન કરતાં ક્યાંય આગળ મૂકે છે. વિજ્ઞાનની તો જ્યોતિષ આગળ કોઈ ગણતરી જ નથી એમ તેઓ માને છે.

આ ઉપરાંત ભાજપના આરએસએસ તથા અન્ય સંગઠન સાથે ના ઘનિષ્ઠ સંબંધ જોતાં તે આ સંગઠનોના વિચારો અને કલ્પના પ્રમાણે ભારતનું પુનર્ઘડતર કરવા ઇચ્છે તે પણ સ્વાભાવિક છે.

આ સ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન બાબતમાં પણ ખુલ્લા પણું કેટલું રહેશે તે સવાલ છે જ.’જેએનયુ, સેન્ટ્રલ યુનિવર્સિટિઓ, અલીગઢ, જામીયા  મિલિયા, જાધવપુર વગેરે અનેક યુનિવર્સીટીનું ખુલ્લાપણું અને આધુનિકતા વાળો અભિગમ બંધ કરી સ્વર્ણિમ અતીત ના માર્ગ તરફ સંચરવા ની તૈયારી દેશે રાખવાની છે.

આ નીતિમાં પરદેશની ઉત્તમ યુનીવર્સીટીઓ પણ પોતપોતાની કોઠીઓ સ્થાપે તેવી અપેક્ષા ૨ખાઈ છે.

ઉચ્ચ શિક્ષણની આ સમગ્ર પરિસ્થિતિમાં પાયાની સમસ્યા ક્યાં તો વિસરાઈ ગઈ છે અથવા તો આ ૬૪૦ પાનાના ગ્રંથમાં ‘ઢુંઢતે રહ જાઓગે ‘ જેવી સ્થિતિ ઉભી કરાઈ છે. દા.ત. દેશના દલિત, આદિવાસી, અલ્પસંખ્યક, અન્ય ગરીબ વર્ગ વગેરે માટે પૂરતી સાવધાની રખાઈ નથી. શિક્ષણનું ખાનગીકરણ, વ્યવસાયિકરણ અને નફાખોરી ને રોકવાનો પણ કોઈ જ વિચાર જણાતો નથી.

આખરે શું થશે ?

ત્રણ વર્ષની ઉંમરે શાળા માં પ્રવેશનાર બાળક પોતાના કુટુંબ ની આર્થિક ક્ષમતા અને સામાજિક દરજજાના આધારે આગળ વધશે. જે ‘પછાત’ હશે તે બારમા ધોરણ સુધી પહોંચી પણ નહીં શકે અને આપણે નોલેજ સુપર પાવર બનવાની ૨ટ લગાવીએ છીએ.

કોલેજ અને યુનિવર્સિટીમાં ભણવા જનારા એ તગડી ફી ચૂકવવાની અને દેવાદાર થવાની તૈયારી રાખવાની છે . દેશની કુલ વસ્તી માં અંગ્રેજી જાણનાર અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશનારનું પ્રમાણ કુલ વસ્તીના પંદર ટકા પણ નથી. આવા કુટુંબો – જે મુખ્યત્વે શહેરી, સવર્ણ અને મધ્યમ કે ઉપલા આર્થિક વર્ગનો છે તે આ શિક્ષણના માધ્યમ વડે ઉંચી આર્થિક ક્ષમતા પ્રાપ્ત કરશે. ભારતમાં આવીને શિક્ષણનો વેપાર કરનાર કોઈ વિદેશી યુનિવર્સીટીમાં તે ભણશે અને ઉંચા કોર્પોરેટ ગૃહોમાં ઉંચા પગારના નોકર બનશે…

પેલા શાળા બહાર ધકેલાએલા નીચા વેતનની મજુરીએ લાગશે અને જીંદગીભર એવું જ કામ કરવાનું ચાલુ રાખશે. તેમની ગરીબી ક્યારેય ફેડાશે નહીં.

આ ઘટનાચક્રમાં ભારત નોલેજ સુપર પાવર બને; જગતગુરૂ બને, કે અહીં અતિતની સંજ્ઞા જેવી જ્ઞાનની સરિતાઓ વહેતી થાય એવું કોઈને દેખાય છે?

 એક છેલ્લો મુદ્દા વિચારીને આ નોલેજ સુપર પાવર કલ્પનાની ઈમારતનો પણ અંદાજ મેળવીએ. કોઈ પણ દેશની જ્ઞાન ની સીમા સંશોધન દ્વારા વિકસતી હોય છે. ઓગણીસમી સદીમાં થયેલી પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ હોય કે હાલમાં પ્રવર્તતી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ હોય; સંશોધન એક મુળ અને પાયાની બાબત છે. દેશમાં સંશોધનની બાબતમાં રહ્યું સહ્યું ખુલ્લા પણું પણ હવે ખતમ થવા તરફ છે. એ વાત પણ છોડી દઈએ. સરકાર સંશોધન માટે કેટલા નાણા ફાળવે છે અથવા સમાજ આ માટે કેટલું ખર્ચ કરે છે તે અગત્યનું છે. થોડીક વિગતો નોંધીએઃ

આખી દુનિયાનો સરાસરી ધોરણે સંશોધન પાછળ જીડીપી ના ત્રણ ટકા નો ખર્ચ છે. ભારતમાં ૨૦૦૮માં આ ખર્ચ માત્ર ૦.૮૪ ટકા હતો જે હવે – ૨૦૧૯માં માત્ર ૦.૫૧ ટકા છે. અમેરિકામાં એક લાખ વિદ્યાર્થીદીઠ ૪૨૩ સંશોધન કરે છે ઈઝરાયેલમાં આ પ્રમાણ ૮૨૫ નું છે જ્યારે ભારતનો વાવટો માત્ર ૧૫ વિદ્યાર્થીએ સમેટાઈ જાય છે.

અત્યાર સુધીની સરકારો અને સમાજે દાખવેલી બેદરકારી, બે રૂખી અને નિષ્કાળજીનું આ એકંદર પરિણામ  છે. કમનસીબે ૨૦૧૯માં આ નીતિ દ્વારા શિક્ષણની નૌકાને ને વધુ વેગ મળે તેમ શઢ ફેરવવાને બદલે તે અતિત તરફ પાછી ફરે તેમ સુકાન મરોડવામાં આવી રહ્યું છે.

આ નીતિ માં હવે યુજીસીની ભુમિકા બદલાશે કે ઉચ્ચ શિક્ષણ નામ નું નવું આયોગ રચાશે અથવા હવે આ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય હશે એમ કહેવું તે તો માત્ર કોસ્મેટીક ફ્રાય ગણાય.

ભારતીય સમાજ શિક્ષણની નૌકાની દિશા પણ નક્કી કરી શકતો અને ગતિ પણ વધારી શકતો નથી. એક વધુ  તક ગુમાવવામાં આવી રહી છે તે ખેદજનક છે. –•–

(સૌજન્યઃ નયામાર્ગ અંક તા. ૧૬-૬-૨૦૧૯, લેખકઃ રોહિત શુકલ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments