Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસસફળતાના મૂળભૂત સૂત્રો - 1

સફળતાના મૂળભૂત સૂત્રો – 1

વાત એમ છે કે, સપના આપણે બધાં જાઈએ છીએ, કેટલાકના પૂરા થાય છે અને કેટલાકના નથી થતા, અને જેમના નથી થતા એમની ખોટી માન્યતાઓ અને પોતાની જાત પ્રત્યેના ખોટા વિશ્લેષણના કારણે બીજા લોકોને પણ તેઓ હતાશ કરતા હોય છે.

અત્યાર સુધીના મારા જીવનના અનુભવો, લોકો સાથેની મારી વ્યક્તિગત મુલાકાતો અને મારા સેમિનાર્સમાં મને જે ફીડબેક મળે છે એના આધારે હું લોકોના પ્રકારને ૩ કેટેગેરીમાં વહેંચીશ.

૧.  સુસ્ત એટલે કે આળસુ લોકોઃ

આ એવા પ્રકારના લોકો છે જેઓ અવ્વલ દર્જાના આળસુ છે, આવા લોકોને જ્યારે એમની નિષ્ફળતા વિશે પૂછવામાં આવે તો તેમની પાસે કોઈ સાચો જવાબ હોતો નથી, છતાં પણ તેઓ ગમે તેવા ખોટા બહાનાઓ વિચારીને એમની નિષ્ફળતાઓને બીજાના માથે ઢોળવાના પ્રયાસ કરતા હોય છે અથવા તો પરિસ્થિતિને જવાબદાર ગણાવતા હોય છે.

 ૨. મસ્ત એટલે કે બિન્દાસ્ત કેટેગરીના લોકોઃ

તમારા ઘરમાં, અથવા તો માર્કેટમાં, અથવા તો ઓફિસમાં, અથવા તો મિત્રોમાં  તમે ગમે ત્યાં પણ જુવો આ કેટેગરીના લોકો તમને સૌથી વધારે જોવા મળશે.  તમે ઘણા ટ્રક અને રિક્ષાઓ પર વાંચ્યું હશે — હોર્ન દો ઔર રસ્તા લો, મસ્તકેટેગરીના લોકોનો એટિટ્યૂડ પણ આવો જ કંઈ હોય છે. આવા લોકો આરામથી રોડની વચ્ચે ગાડી ચલાવતા હોય છે, એમની નાકની નીચે પણ જા બામ્બ ફૂટે તો પણ એમને કઈં પડી હોતી નથી.

૩.  ચુસ્ત કેટેગરી ( સ્માર્ટ પીપલ)

સૌથી પહેલાં હું ઉમ્મીદ રાખું છું કે મારો આ લેખ વાંચવા વાળા બધા જ  લોકો ત્રીજા નંબરની કેટેગરીમાં છે.

પરંતુ જા તમે પહેલી અથવા બીજી કેટેગરીમાં છો તો સમજી લો કે તમારા માટે કામિયાબીનો રસ્તો ઘણો દૂર છે અથવા એમ પણ કહી શકાય કે તમે ખોટા રસ્તા પર ચાલી રહ્યા છો.

સૌથી પહેલાં તો તમે બધા એક વાત તમારા દિલમાં ઉતારી લો કે તમે અલ્લાહનો શ્રેષ્ઠ સર્જન છો, અને અલ્લાહે દુનિયાના દરેક માણસમાં કોઈ ને કોઈ ખૂબી અથવા તો એમ કહું કે કોઈ ને કોઈ ટેલેન્ટ આપેલ છે.

આપણી સૌથી મોટી ખામી એ છે કે આપણે સેલ્ફ એનાલિસિસ કરવાનું છોડી દીધું છે, આપણને એકલા રહેતા અથવા એમ કહું કે પોતાની જાત સાથે સમય વિતાવવામાં કંટાળો આવે છે, જ્યારે પણ આપણને મોકો મળે છે કે પોતાની જાત સાથે સમય વિતાવીએ અથવા સેલ્ફ એનાલિસિસ કરીએ ત્યારે આપણને ટીવી યાદ આવે છે અથવા એફ.એમ. સાંભળીને સમય વિતાવીએ છીએ. આપણી પાસે ઓપ્શન એટલા વધી ગયા છે કે એકલા રહેવાનો સમય જ નથી.

યાદ રાખજા, જા તમારે તમારી નિર્ણય શક્તિને મજબૂત કરવી હોય તો સેલ્ફ એનાલિસિસ બહુ જ જરૂરી છે.

અલ્લાહે આપણેને અશ્‌રફુલ મખ્લૂકાત કહ્યા છે એટલે કે ઈશ્વરની શ્રેષ્ઠ રચના, અને એ એટલા માટે કે આપણે જ આપણી જાતને શ્રેષ્ઠ બનાવી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ.

યાદ રાખશો, knowledge is not an end, લોકો ડિગ્રી માટે જતા હોય છે, ડિગ્રી end નથી હોતી, knowledgeનો પણ એક અલગ સાયન્સ હોય છે . જ્યારે તમે જ્ઞાન મેળવો છો તો પ્રથમ તમે જ્ઞાનના ટ્રાન્સમીટર અથવા ટ્રાન્સફોર્મર બનો છો પરંતુ તમે તમારા જ્ઞાનને ત્યાં સુધી ન્યાય આપ્યો ન કહેવાય જ્યાં સુધી તમે તમારા જ્ઞાનને ઉપયોગમાં નથી લાવતા. અને જ્યારે તમે તમારા જ્ઞાનને ઉપયોગમાં લેવાનું શરૂ કરશો તો તમે એવી ઊંચાઈએ પહોંચી જશો જ્યાંથી તમે  પોતે જ્ઞાનના નિર્માણનું કામ શરૂ કરી દેશો.

(once you acquire knowledge, you can become transmitter of knowledge, you can become transformer of knowledge but you will never able to do justice with a knowledge until and unless you practice your knowledge. And once you start practicing a knowledge you come at a higher stage which is called you start creating the knowledge.)

માની લો કે તમે ૨૦૦ પુસ્તકો વાંચી લીધા અથવા તો તમે ૧૦૦થી વધારે મોટિવેશનલ સેમિનાર સાંભળી લીધા પરંતુ જ્યાં સુધી તમે મેળવેલું નોલેજ તમે બીજા સુધી નહીં પહોંચાડો અથવા તો એમ કહી શકાય કે પ્રેકટીસમાં નહીં લાવો ત્યાં સુધી તમે સાચા અર્થમાં જ્ઞાની નહીં બની શકો. નોલેજનો સિમ્પલ સાયન્સ છે, જેટલું વહેંચશો એટલું વધશે.  

જો તમે ચાહતા હોવ કો તમારા જીવનમાં તમારૂં ધાર્યું થાય તો હું તમને બહુ જ સરસ ૪ સ્ટેપની ફોર્મ્યુલા આપીશ જેને ઉપયોગમાં લાવશો તો તમે ચોક્કસ સફળ થશો.

તમે તમારી જાતને કઈ રીતે ટ્રેન્ડ કરો છો એના પર બધો જ આધાર રહેલો હોય છે,  તમે એવા લોકોને જાયા હશે જેઓ સળગતા અંગારા પર ચાલતા હોય છે, માણસ પ્રેકટીસ કરે તો બધું જ કરી શકે છે પરંતું મોટા ભાગના લોકો અલ્લાહે આપેલ આ તાકાતનો ઉપયોગ કરતા નથી.

૧. તમારા જીવનમાં ધ્યેય હોવો જાઈએઃ

સાયકોલોજીનો એક નિયમ છે જેને “લો ઓફ ફોકસ” કહેવામાં આવે છે. આ નિયમ અનુસાર જા તમે તમારા આસપાસના માહોલને બદલવાની કોશિશ નહીં કરો તો એક સમય પછી તમે પણ એ માહોલનો હિસ્સો બની જશો. ઘણા લોકો જીવનમાં આગળ વધવા માટે નહીં પણ તેઓ બીજાથી પાછળ ન રહી જાય એના માટે પ્રયત્નો કરતા હોય છે અને મેં જેમ કહ્યું સાઇકોલોજીના નિયમ પાવર ઓફ ફોકસ પ્રમાણે તેઓે પાછળ જ રહી જતા હોય છે. તમારા સબકોન્સિયસ માઈન્ડમાં તમે શું ક્રિયેટ કરો છો એના પરથી તમારા  ભવિષ્યના સપના ક્યારે અને કેટલા અંશે પૂરા થશે એ નક્કી થાય છે.

નાના હતા ત્યારે એક સરસ અંગ્રેજી સ્ટોરી વાંચતા હતા જેનું નામ હતું “એલિસ ધ વન્ડરલેન્ડ”. એમાં ૨ કેરેક્ટર હોય છે ૧- એલિસ અને ૨ કેરોલ. 

કેરોલ એક વાર રોડ પર ચાલીને જતો હોય છે અને સામે બે રસ્તા આવે છે ત્યારે એ રોકાઈ જાય છે અને એલિસને પૂછે છે કે મારે આ બે રસ્તામાંથી કયા રસ્તે જવું જાઈએ?

એલિસ એને પૂછે છે છે કે તારે પહોંચવું ક્યાં છે?

કેરોલ જવાબ આપે છે, મને ખબર નથી.

હવે એલિસ કહે છે કે જા તને ખબર જ નથી કે તારે ક્યાં જવાનું છે તો એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તારે  કયા રસ્તે ચાલવું. તો સફળતા માટે પ્રથમ પગલું એ છે કે જીવનમાં ધ્યેય સામે રાખીને જ ચાલવું… (ક્રમશઃ)

Irfan Mogal
Irfan Mogal
કોર્પોરેટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને પર્સનલ કાઉન્સેલર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments