Sunday, April 21, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસસફળતાના મૂળભૂત સૂત્રો – 2

સફળતાના મૂળભૂત સૂત્રો – 2

આપણે ગયા અંકે વાત કરી હતી એલિસ અને કેરોલની શોર્ટ સ્ટોરીની. આજે આપણા સમાજના યુવાનોની પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે. આપણી પાસે અનેક ઓપ્શન છે પણ લાઇફમાં કોઈ રસ્તો પસંદ કરેલ નથી અને કોઈ પણ વિઝન અને મિશન વગર આપણે આગળ વધી રહ્યા છીએ અને પછી જ્યારે આપણે કોઈ ચોક્કસ સ્થાને નથી પહોંચી શકતા ત્યારે આપણે આપણી નિષ્ફળતાઓ માટે બહાના શોધીએ છીએ અને પોતાની કમજારીને છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

માની લો કે તમે કપડાં ખરીદવા જાઓ છો અને તમે નક્કી કર્યું જ નથી કે તમારે જીન્સ લેવી છે કે ફોર્મલ કપડાં કે પછી સાડી અથવા નાઇટ સૂટ કે શોટ્‌ર્સ કે પછી ટી-શર્ટ, તો કઈ દુકાનમાં જવું એ કઈ રીતે સમજી શકશો? તમારે શહેરની બધી જ દુકાનો ફરવી પડશે અને પછી પણ નક્કી નહીં કરી શકો કે શું લેવું અને ક્યાંથી લેવું.

આવી પરિસ્થિતિમાં આપણે આપણી જવાબદારી બીજા પર નાખી દેતા હોઈએ છીએ એટલે કે આપણે પણ એ જ ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ જે બધા કરતા હોય છે અને એમ માની લઈએ છીએ કે જે બધા કરે છે સારૂં જ હશે.

આપણા બધા પાસે મનમાં કોઈને કોઈ ખ્વાહિશ તો હોય છે પણ આપણે એના માટેના પૂરતા પ્રયત્નો કરતા નથી. યાદ રાખશો કે લાઈફમાં ફ્રી કશું જ મળતું જ નથી. એટલું સમજી લો કે જા લાઈફમાં તમારી ધારી ઇચ્છાઓ પૂરી નથી થતી તો પછી એનું કારણ એ હોઈ શકે કે તમે એ કામ માટે લાઈફને પૂરી કિંમત ચૂકવી નથી રહ્યા અથવા બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારા પ્રયાસ પૂરતા નથી.

સિમ્પલ ફોર્મ્યુલા, જો જીવનની ગાડી તમારી ઇચ્છા પ્રમાણેની દિશા અને ગતિ સાથે નથી ચાલતી એના મતલબ એ થાય કે તમે જીવનની ગાડીમાં પૂરતો પેટ્રોલ અથવા ડીઝલ નથી નાખી રહ્યા.

આના માટે જરૂરી છે કે તમે તમારા મગજને ટ્રેન્ડ કરો કે જેથી એ સાચી દિશામાં જઈ શકે અને તમારી પસંદ અને તમારી એકશનમાં કોઓર્ડીનેશન કરવા માટે તમને યોગ્ય દિશા આપે.

તમે તમારા જીવન માટે જે કંઈ પણ વિઝન નક્કી કર્યો છે તમારી લાઇફસ્ટાઇલ પણ એ પ્રમાણે જ ઢાળવી પડશે.

મારી પાસે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ માટે આવે છે એમાં મને ઘણાં લોકો એમ કહે છે કે મારૂં મોટિવેશન તૂટી જાય છે. મોટિવેશન તૂટવાનું કારણ પણ એ જ છે કે તમે બનવા કંઈ બીજું માંગો છો, કરો છો કંઈક બીજું, જુવો છો કંઇક બીજું, બોલો છો કંઈક બીજું. હવે તમે જ વિચારો કે આવી પરિસ્થિતિમાં મોટિવેશન કઈ રીતે સ્થિર રહે?

આને થોડું ઊંડાણથી સમજીએ.

હું તમને એક સવાલ પૂછું છું કે “What is the Different Between “I can do it and I cannot do it.” આમ તો આ સવાલમાં તમને ફકત એક શબ્દનો ફર્ક દેખાશે પણ હું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરીશ.

માની લઈએ કે તમારૂં મગજ એક કોમ્પ્યુટર છે અને તમે એમાં એક સોફ્ટવેર પ્રોગ્રામ કર્યો છે અને એમાં જે ડેટા એન્ટર કર્યો છે એ “I cannot do it”

હવે આ જ સોફ્ટવેરમાં તમે ગમે તેટલી વાર સર્ચ મારશો અને લખશો કે “I can do it”

પણ એ સર્ચ તમને ક્યારેય પણ નહીં મળે કેમકે તમે એમાં એ શબ્દનો ડેટા જ નથી એન્ટર કર્યો. બસ આ જ રીતે તમે તમારા મગજમાં શું નક્કી કરો છો એ જ પ્રમાણે તમને રીઝલ્ટ મળશે.

સાઇકોલોજીની ભાષામાં આને Learnt Behavior કહેવામાં આવે છે; એટલે કે આપણે પહેલાંથી આપણા મગજને શીખવી દેતાં હોઇએ છીએ કે આપણે પોતાની જાત પર ભરોસો કરવો કે નહીં.

આપણે દુનિયાથી, લોકોથી, મિત્રોથી, સગાઓથી અને આસપાસના તમામ લોકોથી આપણે શીખીએ છીએ કે you cannot do it.

લોકોથી તમે “ના”, “ના” એટલું સાંભળો છો કે એ “ના”, “ના” તમારા મગજના સોફ્ટવેરમાં ડેટા તરીકે ફિટ થઈ જાય છે અને પછી ઘણાં એવા કામો જે ખરેખર તમે ખૂબ જ સરસ રીતે કરી શકો છો એના માટે પણ તમારૂં મગજ ના જ કહે છે.

આ વિષય પર અનેક સ્ટડી થઈ છે, એક પોપ્યુલર સ્ટડી એમ છે કે એક છોકરો કે જે જન્મથી જ ૨૦ વર્ષ સુધી દુનિયાથી દૂર રહે છે, એને લોકો વચ્ચે બોલાવીને થપ્પડ પર થપ્પડ મારવામાં આવે છે, પરંતુ ગુસ્સે થવાના બદલે એ છોકરો હસે છે અને વારંવાર હસે છે, કારણ કે એના મગજને એ ટ્રેનિંગ જ નથી મળી કે કોઈ થપ્પડ મારે તો ગુસ્સે થવું જાઈએ.

તો માઇન્ડનું સાયન્સ એમ કહે છે કે એક તરફ તમે વિચારો છો, પછી બોલો છો, પછી જુવો છો અને પછી સાંભળો છો અને જા આ બધી જ ક્રિયાઓ એક બીજાથી કોઓર્ડીનેટ ના કરે અને અલગ અલગ દિશાઓમાં વર્તન કરે તો તમે કોઈ પણ એક લક્ષ તરફ આગળ વધી ના શકો.

હવે વિચારો કે જ્યારે આપણું મગજ પ્રોપર ટ્રેન્ડ નથી ત્યારે આપણે જ્યારે પણ કોઈ કામ શરૂ કરીએ અને જા કામમાં ક્લિયર દિશા ખબર ના પડે તો આપણે થાકી જઈએ છીએ.

ઘણી વાર એવું થાય કે આપણને જલ્દી ઊંઘ આવી જાય છે અને જ્યારે કોઈ પૂછે તો કહીએ છીએ કે હું થાકી ગયો છું, કોઈ ૪ કલાક કામ કરીને થાકી જાય છે. તો કોઈ ૨૦ કલાક કામ કરીને પણ થાકતા નથી. હવે વિચારો કે અલ્લાહે જે રચના એટલે કે મનુષ્યને સૌથી શ્રેષ્ઠ મખ્લૂક કહી હોય અને એનો આ હાલ થાય એ શક્ય નથી.

તમે ૪ કલાકમાં થાકી જાઓ કે ૨૦ કલાકમાં એ એક Learnt Behavior છે જે તમે પોતે જ અથવા તો તમારી આસપાસના વાતાવરણે તમારૂં મગજને શીખવ્યું છે અને આ જ કારણ છે કે એક ખાસ સમયે તમારો મગજ તમને મેસેજ આપે છે કે હવે તું થાકી ગયો છે અને તમે એ મેસેજને સ્વીકારીને ઊંઘવાની તૈયારી કરો છો.

યાદ રાખો તમે અલ્લાહની શ્રેષ્ઠ રચના છો, અને તમારી પાસે પૂરી તાકાત અને કેપેસિટી છે તમારૂં ધાર્યું કરવાની. આની પાછળના સાયન્ટિફિક કારણો પણ હું તમને જણાવું, પરંતુ પણ જરૂરી છે એના પર અમલ કરવાની.

એમ માની લો કે તમારા ઘરમાં એક નોકર છે અને તમે એના માલિક છો, નોકર રોજ પોતાના માલિકને રાત્રે ૧૧ વાગે દૂધ પીતા જુવે છે અને શીખે છે કે મારા માલિકને દરરોજ આ સમયે દૂધ જાઈએ જ. હવે એક દિવસે તમે દૂધ નથી માગ્યું તો પણ એ તમારી સામે દૂધનો ગ્લાસ લઈને આવશે. કારણ કે એણે તમારી રોજની આદત પરથી શીખી લીધું છે કે તમારે આ સમયે દૂધ જાઈએ જ.

હવે આ જ ઉદાહરણને એમ માની લો કે નોકર તમારૂં મગજ છે અને તમે એના માલિક છો. એ તમને રોજ ઘણી વસ્તુઓ કરતાં જુવે છે, મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આ મારા માટે અશક્ય છે, મારાથી આ કામ નહીં થાય, હું લેટ થઈ ગયો, તમે વિચારતા જાઓ અને આ બધું જ તમારૂં મગજ લખી રહ્યું છે, મગજની આખી ડાયરી ભરાઈ ગયી છે અને એ વિચારે છે કે મારો માલિક કેટલો કમજાર, બિચારો અને દુઃખી છે.

તમે તમારી રીતે ઘણું નક્કી કરી નાખો છો અને તમારો નોકર એટલે કે તમારૂં મગજ આ બધું જ રેકોર્ડ કરી રાખે છે અને તમે અજાણ્યે તમારા પોતાના વિચારોને નકારાત્મક અને દુઃખી બનાવી રહ્યા છો.

એક બીજું ઉદાહરણ આપું તમને, માની લો કે ૨ નોકર એકબીજા સાથે વાત કરી રહ્યા છે, એક પૂછે છે બીજાનેઃ યાર તારો માલિક કાર રિપેર કરી શકે છે? પહેલો કહે છે, હા કરી શકે છે, એ જ સવાલ બીજાને પૂછવામાં આવે છે કે તારો માલિક કરી શકે છે, તો એ થોડું વિચારીને કહે છે, ના યાર નહીં કરી શકે.

આવું કેમ થયું? પહેલા નોકરે જ્યારે વિચાર્યું કે એનો માલિક શું કામ કરે છે તો એને યાદ આવ્યું કે ઘરમાં સફાઈ કરે છે, ઓફિસમાં કામ કરે છે, બગીચાના ઝાડ પણ સરખા કરે છે અને કાર પણ ધુવે છે અને રિપેર કરે છે, તો આ ડેટાથી એણે કહ્યું કે હા એ કરી શકે છે.

હવે બીજા નોકરે જાયું કે મારો માલિક આખો દિવસ ટી.વી. જુવે છે, ગપ્પા મારે છે અને સૂવે છે તો એના ડેટામાં કાર રિપેર નથી એટલે એણે ના કહી દીધું… (ક્રમશઃ) •

Irfan Mogal
Irfan Mogal
કોર્પોરેટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને પર્સનલ કાઉન્સેલર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments