Thursday, May 30, 2024
Homeલાઇટ હાઉસસામાજિક વિકાસમાં મુસ્લિમ મહિલાઓનો ફાળો

સામાજિક વિકાસમાં મુસ્લિમ મહિલાઓનો ફાળો

આપણે જાણીએ છીએ કે ઇસ્લામી સાહિત્ય, ફિકહ અને બીજા ઘણા અભ્યાસોમાં મુસ્લિમ મહિલાઓનો અમુલ્ય ફાળો રહ્યો છે. પણ એવા બીજા પણ ઘણા ક્ષેત્રો છે. જેમાં મુસ્લિમ મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું છે, પણ આપણે એમનાથી અજાણ છીએ. આજે આપણે એમના વિશે માહિતી મેળવીશું. એવી ઘણી જ સ્ત્રીઓ છે કે જેમણે વિવિધિ ક્ષેત્રોમાં પોતાની કાબેલીયતનો પરિચય કરાવ્યો છે કે જેનાથી વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ બાકાત રહી શક્યો નથી. અને ઘણી મહિલાઓ એવી પણ આ ધરતી પર જન્મી ચુકી છે કે જેમણે દાન, શિક્ષણ અને ધાર્મિક સંસ્થાઓ પણ સ્થાપી છે. એમાંના અમુક પ્રખ્યાત નામમાં મુખ્ય છે :

ઝુબૈદા જેમણે બગદાદથી મક્કા સુધીના ધાર્મિક યાત્રાના માર્ગ પર કુવાઓ અને આરામ ગ્રહો સ્થાપ્યા હતા. સુતૈયતા કે જેઓ ગણિતશાસ્ત્રી  હતાં અને ન્યાયલયના વિશેષ શાક્ષી રહ્ય હતા. દાયફા ખાતૂન કે જે વ્યવસ્થાપન અને રાજકારણમાં ખુબ જ કુશળ હતા. ફાતિમા અલ ફહરી કે જેમણે ફૈઝ નમી વિસ્તારમાં મસ્જિદ અને યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

ગણિતીય વિજ્ઞાન

૧) સુતૈતા અલ મહમ અલી: સુતૈતા કે જેમનો જીવનકાળ ૧૦મી સદીનો રહ્યો છે તેણી બગદાદના એક શિક્ષિત કુંટુંબથી સંબંધ ધરાવતા હતા. તેમના પિતા અબુ અબ્દુલ્લાહ અલ હુસૈન કે જેઓ ન્યાયધીશ હતા અને કિતાબ ‘ફિ અલફિકહ’ ‘સલાતુલ ઇદૈન’ કેટલી પુસ્તકોના લેખક હતા સુતૈતાના પુત્ર અબુ હુસૈન મુહમ્મદ બિન એહમદ બિન ઇસ્માઇલ અલ મહમ અલી કે જેઓ પણ ન્યાધીશ હતા અને પોતાની ન્યાયપ્રણાલી અને કાબેલીયતના લીધે ખુબજ પ્રખ્યાત હતા.

સુતૈતાએ કેટલાય મહાન વિદ્વાનોથી જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું. તેણી ફક્ત કોઇ એક ક્ષેત્રમાં કુશળતા નહોતા ધરાવતા પણ ઘણા બધા ક્ષેત્રોમાં તેઓ કુશળ હતા, જેમકે અરબી સાહિત્ય, હદીસ, ફિકહ અને ગણિત. તેમના વિશે કહેવાય છે કે તેઓ હિસાબ કરવામાં અને વારસા વહેચણીમાં ખુબજ કાબેલ હતા. એમના વિશે એવું પણ કહેવાય છે કે તેમણે ઘણા એવા ગણિતીય સમીકરણો ઉકેલ્યા છે જે એમના સમયના ગણિત શાસ્ત્રીઓ દ્વારા વણ ઉકેલ્યા હતા.

૨) લબાના: લબાના, (કોર્ડુબા – સ્પેન ૧૦વીં સદી) કે જેઓ તેમના સમયના જાણીતા ગણિતશાસ્ત્રણી રહ્યા હતા. તેઓ ભૌતિક ગણીત (ભુમિતી) અને બીજ ગણીતમાં ખુબજ કુશળ અને હોશીયાર હતા. તેમની કાબેલીતના લીધે તેમને ઇસ્લામી સ્પેનના મુખ્ય પ્રધાનના ખાસ સલાહકાર તરીકે નિમવામાં આવ્યા હતા.

તબીબી ક્ષેત્ર

ઇસ્લામના તમામ પાનાઓ પર અને આપ સલ્લ.ના સમય દરમિયાન પણ આપણને એવી કેટલીય શ્રેષ્ઠ મહિલાઓના દૃષ્ટાંતો જોવા મળે છે કે જેઓએ તબીબી ક્ષેત્ર સિંહફાળો આપ્યો છે. આ સ્ત્રીઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન તેમાન સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા કાર્યરત રહી છે. તેઓએ સાક્રિય રીતે વ્યવસ્થાપન, શિક્ષણ, ધાર્મિક શિક્ષણ, ચિકિત્સા અને સ્વાસ્થય ક્ષેેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. ઇસ્લામના આગમનના લીધે સ્ત્રીઓ એક તબીબ તરીકે પણ કામ કરી શકી છે અને તેઓ પુરૃષ અને મહિલાના ઉપચાર કરવામાં સફળ રહી છે. ખાસ કરીને યુધ્ધ મેદાનોમાં ઇસ્લામની શરીઅત મુજબ સ્ત્રી અને પુરૃષ વચ્ચે અનૈતિક સ્પર્શ કે સંસર્ગના થવું જોઇએ. તેથી મહિલાઓનો આ ક્ષેત્રમાં ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે.

હવે આપણે આવી જ કેટલીક કુશળ અને સાહસિક મહિલાઓ વિશે જાણીશું.

૧) રૃકાયદા અલ- ઇસ્લામીયાહ: રૃકાયદા બિન્તે સાદ કે જેઓ રૃકાયદા અલ ઇસ્લામીયાહ તરીકે પણ ઓળખવામાં આવી છે તેમને ઇસ્લામની સૌપ્રથમ પરિચારીકા (નર્સ) તરીકે ગણવામાં આવે છે.તેમનો જીવનકાળ આપ સલ્લ.ના જીવનકાળ દરમિયાનનો છે. તેમણે બદ્રની લડાઇમાં કેટલીય મુસ્લિમ યુધ્ધાઓની માવજત અને સેવા ચાકરી કરી હતી. અને એક શ્રેષ્ઠ પરિચારીકા તરીકે પોતાનો પરિચય કરાવ્યો હતો. રૃકાયદાએ ચિકિત્સાને લગતું આ કામ એમના પિતા સાદ અલ અસલમી પાસેથી શીખ્યું હતું કે જેઓ પોતે એક તબીબ હતા. રૃકાયદા એ પોતાની જાતને પરિચારીકા તરીકે લોકોની સેવામાં સમર્પિત કરી દીધી હતી. તેમણે પોતાની આ ક્ષમતાનો ઉપયોગ ઘણી જ ઇસ્લામિક યુધ્ધો દરમિયાન કર્યો હતો અને દર વખતે તેણી શ્રેષ્ઠ પુરવાર થઇ હતી. રૃકાયદા સ્વભાવે ઘણી જ દયાળુ અને એક શ્રેષ્ઠ સુયોજક હતી. તેમણે પોતાનું આ જ્ઞાાન બીજા સ્ત્રીઓને પણ આપ્યું હતું અને તેમને પણ એક શ્રેષ્ઠ પરિચારીકા બનવા પ્રેરી હતી. તેમણે સામાજિક કાર્યકર તરીકે પણ ફરજ બજાવેલી છે. અને રોગોને લાગતા કેટલાય સામાજિક પક્ષો પણ ઉકેલ્યા છે. તેમણે ગરીબ અનાથ અને અપંગ બાળકોની પણ ઘણી સંભાળ રાખી છે.

૨) અલ-શિફા બિન્તે અબ્દુલ્લાહ: ઇસ્લામના ઇતિહાસમાં આ નામ એક દક્ષ મહિલાનું છે કે જેમની પાસે નિરક્ષરતાના અંધાર સમય દરમિયાન સાક્ષરતાનું પ્રકાશ હતું. તબીબી ક્ષેત્રે તેઓ ઘણી કાબેલ હતી. તેમનું સાચું નામ લૈલા હતું પણ પોતાની તબીબી કુશળતા ના લીધે તેઓ “અલ- શિફા” તરીકે ઓળખાય છે. અલ શિફા કીડી (ant) ના ડંખની પ્રતિરોધક સારવારમાં શ્રેષ્ઠતા ધરાવતા હતા. તેમની આ કાબેલીયત અને જ્ઞાાનને આપ સલ્લ.એ પણ આવકાર્યું હતું અને તેમને વિનંતી કરી હતી કે તેઓ બીજી મહિલાઓને પણ આ સારવાર પદ્ધતિ શિખવાડે. નુસાયબા કે જેઓ ઉમ્મે અતિઆ તરીકે પણ જાણીતા છે. તેઓ એ પણ યુધ્ધ મેદાનમાં લડવૈયાઓને પ્રાથમિક સારવાર ખોરાક અને પાણીનો પુરવઠો પુરો પાડયો હતો. વધુમાં તેઓ બાળ-પુરૃષોની ખત્ના કરાવવાનું જ્ઞાાન ધરાવતા હતા. વાઢકાપ ક્ષેત્રે પણ મુસ્લિમ મહિલાઓનો ખૂબ મોટો યોગદાન રહ્યું છે.

૧૫વી સદીના શસ્ત્રવૈદ્ય (Surgeon) એવા સેરેફેદ્દીન કે જેમની વાઢકાપ શસ્ત્રક્રિયાને લગતી પુસ્તકમાં એવી ઘણી મહિલાઓના નામો નામાંકિત છે કે જેઓ આ ક્ષેત્રે કુશળતા ધરાવતા હતા.

સેરેફેદ્દીન જણાવે છે કે એ સમય માં મુસ્લિમ શસ્ત્રવૈદ્ય મહિલાઓ સ્ત્રીના ગુપ્ત ભાગને લગતા રોગોના વાઢકાપનું ખુબજ જ્ઞાાન ધરાવતી હતી. તેઓ હરસ, મસા, ભગંદર, ગર્ભાશયને લાગતી તમામ શસ્ત્રક્રિયાઓ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને લગતી તમામ બાબતો જેમકે મૃત્યુ બાળકોને કાઢવું, અવ્યવસ્થિત પ્રસૃતિ, ગર્ભાશયનું ખરાબ થઈ જવું વગેરેના સારવારનું જ્ઞાાન ધરાવતી હતી. અને શસ્ત્રક્રિયા વડે તેની સારવાર પણ કરતી હતી. નવજાત શિશુને લાગતા રોગોની પણ તેઓ સારવાર કરતી હતી.

રાજકારણ અને શાસન ક્ષેત્ર

હવે આપણે રાજકારણી તરીકે અને શાસક તરીકે મુસ્લિમ મહિલાઓના યોગદાન વિશે માહિતી મેળવીશું.

૧) સિત્ત અલ મુલ્ક: પ્રાચીન સમયમાં ખલીફા અને એમના ઉત્તરાધિકારી તરીકે પુરૃષોની જ પસંદગી કરવામાં આવતી, જે ખરૃ પણ હતું. સ્ત્રીઓ ‘સુલ્તાના’ અને ‘મલિકા’ તરીકે રાજ્યમાં બિરાજમાન થતી હતી. તેમાની જ એક સિત્ત અલ મુલ્ક હતી કે જે ઇજિપ્તની રાજકુમારી હતી. તે ઘણી જ ચતુર સાહસિક અને સંભાળ રાખનાર હતી. સિત્ત અલ મુલ્ક એ વાતની ખાસ કાળજી રાખતી હતી કે ઇસ્લામી સમાજમાં કોઇ પણ નિયમ અને જરૃરિયાતના લીધે હિંસા ના ફેલાય તેમણે તેમના શાસનકાળ દરમિયાન ખલિફાને તમામ કાર્યો અને સિદ્ધાંતોને અવિરતપણે ચાલુ રાખ્યા હતા. તેથી જ તેઓ “નાયબ અસ- સુલતાન” તરીકે પણ પ્રખ્યાત થયા હતા. તેમણે શાસક અલ હકીમ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ઘણાં અજાણ્યા નિયમોને રદ્દ કર્યા હતા. અને તેઓ બિજા રાજ્યના સત્તાધીશો જોડે કોઇ હિંસક અણબનાવ ન બને તેની સતતકાળજી રાખતા હતા. ૫૨ વર્ષની વયે સન ૧૦૨૩માં ફેબ્રુઆરી માસની ૫મી તારીખે તેમનું અવસાન થયું.

૨) શજરત અલ દુર્ર: સુલ્તાનાનું શિર્ષક ધરાવનાર એક બીજી પ્રખ્યાત રાણી છે. શજરત અલ દુર્ર કે જેમણે ઇ.સ. ૧૨૫૦માં પોતાના વર્ચસ્વ સ્થાપ્યો હતો. તેમણે ફ્રાન્સ સાથેના ધર્મયુદ્ધમાં મુસલમાનોને વિજય અપાવ્યો હતો. તેઓ ઐયુબ સુલ્તાન અસ-સાલીહ ઐયુબના પત્ની હતા. તેમના પતિના મૃત્યુ પછી તેઓ ૨જીમે ૧૨૫૦ ના રોજ ઇજિપ્તના સુલ્તાના બન્યા હતા. પોતાના શાસનકાળ દરમિયાન તેમણે ઘણા શ્રેષ્ઠ કાર્યો કર્યા હતા અને નામના મેળવી હતી. તેઓ એક લશ્કરી વડા એક માતા અને અને સુલ્તાના તરીકે સતત કાર્યરત હતા. ૭ વર્ષ દરિમાયાન તેમણે ઇજિપ્તને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અર્પી હતી. ઇ.સ. ૧૨૫૭થી તેમનો પ્રભાવ ઓછો થતો ગયો.

૩) રઝિયા સુલ્તાના: શજરત અલ દુર્ર ના જ સમયકાળ દરમિયાન એક બીજી સુલતાનાએ પણ પોતાની કાબેલિયતનો પરિચય કરાવ્યો હતો. આ છે ભારતની “રઝિયા સુલ્તાના” તેઓ ૪ વર્ષ સુધી દિલ્લીની ગદ્દી પર બિરાજમાન રહ્યા. તેઓ પહેલા અને છેલ્લા મહિલા છે કે જે દિલ્લીની ગાદી પર બિરાજી શક્યા. રઝિયા સુલ્તાનાએ શાંતિ અને નિયમોની સ્થાપના કરી. તેમણે વ્યાપારને ઉત્સાહિત કર્યો. પાકા રસ્તાઓ, કુવાઓ બનાવડાવ્યા, વૃક્ષોનું રોપણ કરાવ્યું. તેમણે કવિઓ ચિત્રકારો, સંગીતકારોને આધાર આપ્યો. તેમના શાસન દરમિયાન પ્રજા જોડે ખુલ્લી રાજકીય સભાઓ થતી. તેમણે ઘણા શત્રુઓની શત્રુતા પણ વ્હોરી હતી.

૪) આમીના: આફ્રિકામાં પણ ઘણી મુસ્લિમ મહિલાઓ પોતાની કુશળતામાં નામાંકિત હતી જેમાં એક છે રાણી આમીના કે જે ઝૈરિયાના રહેવાસી હતા. રાણી આમીના બકવા તુરકુંનું સૌથી મોટા સંતાન હતા, જેમણે ઝેઝેવ રાજ્યની ઇ.સ. ૧૫૩૬માં સ્થાપના કરી હતી. રાણી આમીના ઇ.સ. ૧૫૮૮થી ૧૫૮૯ના વચગાળામાં રાજગદ્દી પર આવ્યા. આમીના સામાન્ય રીતે પોતાની લશ્કરી કાબેલીયતના લીધે ખુબ જ પ્રખ્યાત ઝૈરીયાની દિવાલના સ્થાપત્યમાં ખુબ જ વખાણ્યા હતા. તેમની લશ્કરી કાબેલીયતે તેમને ધન અને નામાના બંને અપાવી હતી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પાડોશી રાજ્યો પર દમન કરી તેમને ઠરાવવાનો ન હતો પણ તેઓ તેમની રાજાશાહી અપનાવી લે અને દુવસા વ્યાપારીઓને સલામત માર્ગ આપે તે હતો. તમણે દરેક લશ્કરી કેમ્પની ફરતે ઉંચી રક્ષક દિવાલો બનાવડાવી હતી. જેમાની કેટલીય અત્યાર સુધી પણ અસ્તિત્વ ધરાવે છે. તે દિવાલો ‘ગનુવર આમીના’ અથવા આમીનાની દિવાલ તરીકે ઓળખાય છે.

આમ, આપણી પાસે એવો કિંમતી વારસો છે જેનાથી આપણે અજાણ છીએ. આપણા માટે જરૂરી છે કે આપણે તેની માહિતી મેળવીએ અને તેમનાથી બોધપાઠ ગ્રહણ કરીએ.

હૃદયમાં ઇમાનની જ્યોત સાથે સાહસિક કાર્યો કરનારી આ તમામ સ્ત્રીઓને સલામ…!!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments