Friday, April 26, 2024
Homeબાળજગતઆ રીતે અસ્તિત્વમાં આવ્યા ... "ઓકે - હેલો - બાયબાય અને માફિયા"

આ રીતે અસ્તિત્વમાં આવ્યા … “ઓકે – હેલો – બાયબાય અને માફિયા”

ઓ.કે. :

આજકાલ સમાજમાં વાતવાતમાં ઓ.કે. શબ્દનું ખૂબજ ચલણ છે. ‘ઠીક છે’, ‘બરાબર છે’, અને ‘તદ્દન સાચું’ જેવા અર્થમાં ઔપચારિક સ્વરૃપે હંમેશા આ શબ્દનો પ્રયોગ થાય છે.

ખરેખર ઓ.કે. કોઈ સાહિત્યિક કે વ્યાકરણનો શબ્દ નથી. આ અમેરિકન સમાજનો દૈનિક બોલચાલનો સામાન્ય શબ્દ છે અને તેની ઉત્પત્તિ પાછળ એક મનોરંજક કહાની છે. સન. ૧૯૪૦માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વૈન વુરેન બીજી વખત પ્રમુખની ચૂંટણી લડી રહ્યા હતા. તેમનો જન્મ ન્યૂયોર્કના ઓલ્ડ કિંગ નામક સ્થળે થયો હતો. ડેમોક્રેટિક પાર્ટી જોરશોરથી તેમના સમર્થનમાં પ્રચારકાર્ય કરી રહી હતી. તથા લોકોથી ઓ.કે. (ઓલ્ડ કિંગ હુક)ને યાદ કરીને તેમના સમર્થનમાં મતદાનનો આગ્રહ કરી રહી હતી. આમ આ પક્ષનું નામ જ ઓ.કે. કલબ પડી ગયું. તેથી આ રીતે આ શબ્દ ખૂબ જલદી જન સામાન્યમાં પ્રચલિત થઈ ગયો.

 હેલો :

આ માનવ સમાજનો દૈનિક બોલચાલનો લોકપ્રિય શબ્દ છે. આ શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ ‘હોલો’થી નીકળ્યો છે. જેનો અર્થ છે ‘કેમ છો?’ સન ૧૦૬૬માં નારમન હુમલા વખતે આ શબ્દ ઇંગ્લીશ્તાન પહોંચ્યો હતો પરંતુ પછીની બે ત્રણ સદીઓમાં આ શબ્દના સ્વરૃપમાં ઘણા પરિવર્તન આવ્યા. ૧૩૦૦ ઇસ્વીસન સુધી આ શબ્દ Allowમાં બદલાઈ ગયો. એંગ્લો ભાષાના પ્રસિદ્ધ નાટ્યકાર અને કવિ વિલિયમ શેક્સપિયરના જમાનામાં આ શબ્દ ફરી પરિવર્તિત થઈને Alloo થઈ ગયો.

થોડા સમય પછી જ્યારે ટેલીફોનની શોધ થઈ, તો આ શબ્દને નવિન ઓળખ પ્રાપ્ત થઈ ગઈ. પ્રાથમિક તબક્કામાં લોકો ટેલીફોન ઉપર વાત કરતી વખતે ‘હેલો’ કહેવાને બદલે ‘Are You There?’ કહેતા હતા. કેમકે તેમને લાગતુ હતું કે તેમનો અવાજ બીજી તરફ નથી પહોંચી રહ્યો. પરંતુ ટેલીફોનના શોધક ગ્રેહમ બેલને આ વાત સારી ન લાગી. તેમને વિશ્વાસ હતો કે ફોન ઉપર તેમનો અવાજ પેલી તરફ અવશ્ય પહોંચશે. જ્યારે તેમણે પ્રથમ વખત ફોન કર્યો તો તેમણે ‘હેલો’ કહ્યું અને ત્યારથી આ શબ્દ ફોન ઉપર વાતચીતની શરૃઆત કરવાના શબ્દ તરીકે પ્રચલિત થઈ ગયો.

 ટા-ટા, બાયબાય, ગુડબાય :

ટા-ટા, બાયબાય, અથવા ગુડબાય એક જ ક્રિયાની અલગ અલગ અભિવ્યક્તિવાળા સમાનાર્થી શબ્દો છે. જ્યારે બે અથવા બે થી અધિક વ્યક્તિઓ પરસ્પર વિદાય લે છે તો સંક્ષિપ્તમાં ગુડનાઈટ કહેવાને બદલે ગુડબાય કહે છે. આવું કહીને તેઓ એકબીજા પ્રત્યે આ શુભકામના વ્યક્ત કરે છે કે તમારો દિન કે રાત સુખદ રીતે વીતે. બાયબાય શબ્દનો પ્રયોગ સૌપ્રથમ સન ૧૮૨૩માં એક શિશુ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલ રેડિયો વાર્તામાં કરવામાં આવ્યો.

તે પછી ટા-ટા ફોર નાઉ (હમણા મને વિદાય આપો)નો પ્રયોગ બી.બી.સી. (બ્રિટિશ બ્રોટકાસ્ટ કોર્પોરેશન)એ વર્ષ ૧૯૪૧માં પોતાના એક પ્રોગ્રામ ‘Etma’માં કર્યો. આ કાર્યક્રમમાં વાસણ ઘોનારીના પાત્ર શ્રીમતી મોપેપ દ્વારા બોલવામાં આવેલ ડાયલોગને સ્વર આપ્યો હતો, ડોરોમી સર્મસએ. અંગ્રેજી બાયબાયને જાપાની ભાષામાં સાયોનારા કહે છે. જેનો અર્થ થાય છે Happy Journey એટલે કે શુભયાત્રા આ બધા અભિવાદન સૂચક શબ્દ છે.

 માફિયા :

આજકાલ સમાચાર માધ્યમો અને વાતચીતની લોકજીભે માફિયા શબ્દ તદ્દન સામાન્ય થઈ ગયો છે. જેનો પ્રયોગ ભય, ડર, અને આતંક ફેલાવનાર બદમાશ પ્રકારના વ્યક્તિના અર્થમાં કરવામાં આવે છે. આ શબ્દની ઉત્પત્તિનો ઇતિહાસ રોમાંચક છે. આ શબ્દ સન. ૧૨૮૨માં ફ્રાંસ દ્વારા સિસિલી (ઇટાલી) ઉપર આક્રમણ સમયે અસ્તિત્વમાં આવ્યો હતો. તે સમયે એક વાક્ય ખૂબજ પ્રચલિત હતું. “મોર્ટે આલા ફ્રાંસિયા ઇટાલિયા એનેલા” – “કોઈ ફ્રેંચ વ્યક્તિનું મોત ઇટાલી માટે ઉત્સવનો વિષય છે.” આમ આ વાક્યના પ્રત્યેક પ્રથમ શબ્દને જોડીને માફિયા શબ્દ બન્યો. છેને અદ્ભૂત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments