Tuesday, May 21, 2024
Homeઓપન સ્પેસનવજવાનોં કે નામ એક પયગામ

નવજવાનોં કે નામ એક પયગામ

કભી અય નવજવાં મુસ્લિમ તદબ્બુરભી કિયા તુને

        વો ક્યા ગરદૂં થા તુ જિસકા હે એક ટુટા હુવા તારા

તુજે ઉસ કૌમને પાલા હૈ આગોશે મુહબ્બતમેં

        કુચલ ડાલાથા જિસને પાઉસે તાજે સરે દારા

તમદ્દુન આફરીં, ખલ્લાકે આઇને જહાંદારી

        વો સેહરાએ અરબ યાને શુતરબાનોંકા ગેહવારા

સમા “અલ-ફક્રો ફખરી” કા રહા શાને ઇમારતમેં

        બઆબો રંગો ખાલો ખત યે હાજર રૃએ ઝેબારા

ગદાઇમેં ભી વો અલ્લાહ વાલે થે ગૈયુર ઇતને

        કો મુનઇમકો ગદા કે ડરસે બખશીશકા ન થા યારા

ગરઝ મે ક્યા કહું તુઝસે કે વો સેહરાનશીં ક્યા થે

        જહાંગીરો, જહાંદારો, જહાંબાનો … જહાં આરા

અગર ચાહું તો નકશા ખીંચકર અલફાઝમેં રખદું

        મગર તેને તખય્યુલસે ફઝુંતર હે વો નઝ્ઝારા

તુઝે આબાસે અપને કોઇ નિસ્બત હો નહીં સક્તી

        કે તુ ગુફતાર વો કિરદાર, તુ સાબિત વો સૈયારા

ગવાં દી હમને જો અસ્લાફસે મિરાસ પાઇથી

        સુરૈયાસે ઝમીં પર આસમાંને હમકો દે મારા

હુકૂમત કા તો ક્યા રોના કે વો એક આરઝી શૈ થી

        નહીં દુનિયા કે આઇને મુસલ્લમસે કોઇ ચારા

મગર વો ઇલ્મ કે મોતી કિતાબેં અપને આબાકી

        જો દેખે ઉનકો યુરોપમેં તો દિલ હોતા હૈ સીપારા

શબ્દાર્થ : તદબ્બુર – વિચાર / ગરદૂં – આકાશ / તમદ્દુન આફરીં – સભ્યતાના સર્જક / ખલ્લાક – ઘડનાર અથવા રચિતા, / આઇન – બંધારણ / શુતરબાન – ઊંટ પાલક / અલ-ફક્રો ફખરી – ગરીબી મારા માટે ગૌરવપૂર્ણ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ/ ગદાઇ – ગરીબી / ગૈયુર – ગૈરતમંદ, સ્વાભિમાની / મુનઇમ – દાતા / યારા – હિંમત / સેહરાનશી – રણ પ્રદેશ વાસીઓ / તખય્યુલ – કલ્પના શક્તિ / ફઝુંતર – ઉચ્ચતર / સાબિત – સ્થિર તારો / સૈયારા – ગતિશીલ ગૃહો / અસ્લાફ – પૂર્વજો / આરઝી – અસ્થાયી

 

(૧) હે મુસ્લિમ નવયુવાન, કદી તેં વિચાર્યું છે કે તે ક્યું ગગન હતું જેમાં તુ ઝળહળતા તારા સમાન હતો? અને જેમાંથી તુ ખરી પડ્યો છે.

(૨) જે કૌમે ‘દારા’ જેવા શક્તિશાળી સમ્રાટોના તાજ પોતાના પગ તળે કચડી નાખ્યા છે તે કૌમે તને પોતાના પ્રેમ પાલવમાં ઉછેર્યું છે.

(૩) તે અરબસ્તાનનો રણપ્રદેશ જે ઊંટ પાલકોની ભૂમિ છે ત્યાંની પ્રજા ઇસ્લામના પ્રભાવથી સભ્યતાની સર્જક અને રાજશાસનના નીતિ નિયમોની પ્રણેતા બની જગત ઉપર છવાઇ ગઇ હતી તેણે તેને ઉછેર્યું છે.

(૪) મુસ્લિમ શાસકોની શાસન પદ્ધતિમાં “ફકીરી મારા માટે ગૌરવપૂર્ણ છે”ની ભાવનાને પ્રાધાન્ય રહ્યું છે અર્થાત તેમણે બાદશાહીમાં પણ ફકીરી જીવન પસંદ કર્યું હતું. કુદરતી સૌંદર્યને બનાવટી ભવ્યતાની જરૃર હોતી નથી.

(૫) ગરીબી અને તંગીમાં પણ તે અલ્લાહવાળા એટલા બધા સ્વાભિમાની જીવન જીવતા હતા કે દાનવીરો તેમને દાન આપતાં પણ ખચકાતા હતા.

(૬) ટુંકમાં હું શું કહું તે રણપ્રદેશના વાસીઓ (સહાબા) કેવા હતા. તેઓ જગવિજેતા, જગસ્વામી, જગશાસક, જગદયાળુ અને જગશોભા હતા.

(૭) જો હું ઇચ્છું તો તેમનો શબ્દાચિત્ર રચી શકું છું પણ તે ચિત્ર તારી કલ્પના શક્તિ બહારનું છે જેને તું સમજી શકીશ નહીં.

(૮) તને તારા પૂર્વજો સાથે કોઇ સંબંધ રહ્યો નથી. તુ માત્ર વાણી વિલાસ દાખવે છે જ્યારે તેઓ કર્તવ્યનિષ્ઠ હતા તુ જડવાદી છે જ્યારે તેઓ પ્રગતિશીલ હતા.

(૯) આપણે આપણા પૂર્વજોથી જે વારસો મેળવ્યો હતો તે વેડફી નાખ્યો તેથી આકાશે આપણને (સુરૈયા જેટલા) ઉચ્ચ સ્થાનેથી ધરતી ઉપર ટકી માર્યા.

(૧૦) રાજપાટના શું રોદણા રોવા? તે તો એક અસ્થાયી વસ્તુ છે. તે તો તડકા પડછાયાની જેમ કુદરતના નિયમાનુસાર બદલાયા કરે છે તેના ઉપર કોઇનો કાબુ નથી.

(૧૧) પણ અફસોસ કે વિદ્યાના ભંડાર સમા આપણા પૂર્વજોના પુસ્તકોને આપણે સાચવી શક્યા નથી. આજે તે પુસ્તકો યુરોપના પુસ્તકલાયોમાં જોઇ કાળજાં વિંધાઇ જાય છે. (આ કેવી ભયંકર આપણી ગફલત!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments