Tuesday, May 21, 2024
Homeકેમ્પસ વોઇસશિક્ષણનો ઉદ્દેશ્ય

શિક્ષણનો ઉદ્દેશ્ય

શિ  ક્ષણ પોતાની જાતનીઔ   ઓળખથી લઈ સૃષ્ટિનીઔ   વિશાળતાને સમજવાનું નામ છે. શિક્ષણવિંદોએ આનું વિવિધ અર્ધઘટન રજૂ કર્યું છે. જોન ડેવીના મતે “શિક્ષણ અનુભવથી શીખવાનું એક કાયમી કાર્ય છે.” ડો. ઝાકિર હુસૈન અનુસાર “શિક્ષણ માનવના દિમાગની ક્ષમતાઓના સંપૂર્ણ વિકાસનું નામ છે અને તે આખી ઉંમર ચાલુ રહેવાવાળું કાર્ય છે.” ઉપરના વાક્યોના પ્રકાશમાં કહી શકાય છે કે શિક્ષણ અનુભવોથી ફાયદો ઉઠાવવા, ચિંતન-મનન કરવા અને પોતાની ક્ષમતાઓના વિકાસનું એવું કાર્ય છે જે તમામ ઉંમરે ચાલતું રહે છે. હકીકત આ છે કે આ વિશ્વની દરેક વ્યક્તિ અમુક અનન્ય અનુભવો અને ક્ષમતાઓનો ધારક હોય છે. હવે આ શિક્ષકની જવાબદારી છે કે તે વિદ્યાર્થીઓની છુપાયેલી ક્ષમતાઓને જાણે અને તેમને વધુ તેજસ્વી બનાવવામાં મદદરૃપ થાય.

આદમ અલૈહિસ્સલામના સર્જનના સમયે આપની શ્રેષ્ઠતા માત્ર જ્ઞાાનના કારણે જ થઈ અને તે ફરિશ્તાઓ કરતા મહાન ઠેરવવામાં આવ્યા. ત્યારપછી અલ્લાહે આદમને બધી વસ્તુઓના નામ શીખવાડયા, પછી તેમને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કર્યા અને ફરમાવ્યું, ”જો તમારો વિચાર સાચો છે (કે કોઈ ખલીફાની નિમણૂકથી તંત્ર બગડી જશે) તો જરા આ વસ્તુઓના નામ બતાવો. (સૂરઃબકરહ-૩૧) વર્તમાન શૈક્ષણિક વ્યવસ્થા જીવનની ગુણવત્તાના નામે બધું આપે છે, પરંતુ ઇશ્વરથી સંબંધને કમજોર કરી દે છે. આ જ કારણ છેે કે કહેવાતા શિક્ષિત લોકો પણ મનેચ્છાઓનું અનુસરણ કરતા જોવા મળે છે. પ્રવર્તમાન શૈક્ષણિક ફિલસૂફી નીચે પ્રમાણે હેતુઓ આધારિત શિક્ષણ-કાર્યની જવાબદારી અદા કરે છે.

(૧) સ્વ અંગેનું જ્ઞાાન, (૨) બ્રહ્માંડની વાસ્તવિકતાની ઓળખ, (૩) માણસની વાસ્તવિક્તાની  ઓળખ, (૪) જીવનની હકીકત, (૫) સત્યની શોધ

પરંતુ કડવી હકીકત છે કે પ્રવર્તમાન શૈક્ષણિક વ્યવસ્થા પ્રાકૃતિક પ્રશ્નોના ઉત્તર આપવામાં અસમર્થ છે. આ જ કારણ છે કે આ શૈક્ષણિક વ્યવસ્થાથી જે લોકો જ્ઞાાન પ્રાપ્ત કરી રહ્યા છે તેઓ પોતાને પણ નથી ઓળખતા અને તે કાર્યોમાં ભાગીદાર થાય છે જે તેમની ક્ષમતાઓથી મેળ નથી ખાતો.

ખુદ શનાસી કે ન હોને સે યહી હોતા હૈ

જિન કો ફન્કાર ન બનના થા વો ફન્કાર બને

ઇસ્લામ અનુસાર ગુણવત્તાસભર શિક્ષણ તે છે જેના પરિણામે માનવ સ્વ અંગેનું જ્ઞાાન અને ઇશ્વરની ઓળખથી પરિચિત હોય અન્યથા શિક્ષણ તેમના વર્તનને બદલી નહીં શકે.

ઇસ્લામ માતાની ગોદને પ્રાથમિક સ્કૂલ ઠેરવે છે. તે મુજબ આપણી માતાઓ અને બહેનોને ઇસ્લામી મૂલ્યોથી પરિચિત થવું ફરજિયાત છે. ભણતરના સંબંધમાં પરિવારને સંસ્થાની હેસિયત ખાસી છે. કારણ કે બાળક પ્રાથમિક સ્તરે જીવનની કળા અહીંથી શીખે છે.

ઇસ્લામ અનુસાર શિક્ષણનું ધ્યેય એવા સાલેહ લોકોની તૈયારી છે જે સમાજનું પુનઃનિર્માણ કરવામાં મદદરૃપ થાય. જે બૂરાઈઓને જડમૂળથી ખતમ કરવાની હિંમત રાખે છે અને ભલાઈઓને પ્રચાર-પ્રસાર કરવા માટે પોતાની ક્ષમતાઓને લગાવી દેવા તૈયાર હોય છે. ઇસ્લામ શિક્ષણના માધ્યમથી એવા લોકોની તૈયારી ઇચ્છે છે જેઓ માનવતાની પીડાને પોતાની પીડા સમજતો હોય અને પોતાના દિલમાં વ્યાકૂળતા ધરાવતો હોય.

ઇસ્લામ એવા શિક્ષકો તૈયાર કરે છે જે માત્ર ચાર દીવાલોની અંદર અધ્યાપનનું કાર્ય ન કરતો હોય બલ્કે પોતાના વિદ્યાર્થીઓ માટે હંમશા તર્બિયત અને તઝકિયા કરવાવાળો ગાર્ડિયનનું પાત્ર અદા કરે. જે પોતાના વિદ્યાર્થીઓ માટે સાક્ષાત્ પ્રેરણાસ્ત્રોત્ મોડલ-નમૂનો હોય. અને પોતાના વિદ્યાર્થીઓની પરેશાઓનીઓથી પરિચિત હોય. અને તેને હલ કરવા માટે ધ્યાન આપી શકે.

કુઆર્ન જ્ઞાાન પ્રાપ્તિના બે સ્ત્રોતો તરફ માર્ગદર્શન આપે છે. ચિંતન-મનન અને પૂર્વ લોકોના અનુભવ . હકીકત આ છે કે આજે પણ જ્ઞાાન પ્રાપ્તિના આ જ બે પ્રસિદ્ધ સ્ત્રોતો છે. તદનુસાર ઇસ્લામી ચળવળના લોકોને જોઈએ કે તેઓ આધુનિક સમસ્યાઓનો ઉકેલ શોધે, મુદબ્બિરીનથી ફાયદો હાંસલ કરવામાં ખચકાટ ન અનુભવે, જ્ઞાાનના પ્રચારના આ જ પ્રાકૃતિક નિયમ છે અને અલ્લાહની સાચી ઓળખના એકમાત્ર રાસ્તા પણ.

મુકામે ફિક્ર હૈ પેમાઇશ ઝમાનો મકાં

મુકામે ઝિક્ર હૈ સુબ્હાના રબ્બીયલઆ’લા

ખૈરે ઉમ્મત તરીકે અને એક વિદ્યાર્થી તરીકે આ જવાબદારી છે કે પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાની કદર કરીએ. ઇસ્લામી શિક્ષણ વ્યવસ્થાની સત્યતા અને ઉપયોગિતાને ચર્ચાનો વિષય બનાવીએ, પોતાના સહકાર્યકરોને જીવનની હકીકતથી સંવેદનશીલ બનાવીએ અને લાભદાયી જ્ઞાાનના આશિર્વાદ અને ગેરલાભદાયી જ્ઞાાનની વિનાશકતાથી ચેતવે. પ્રવર્તમાન જ્ઞાાન ભૌતિક અને સામાજીક શિક્ષણનું આલોચનાત્મક અભ્યાસ કરે, તેના લાભદાયી ઘટકો અને દૂષિત ઘટકોની વચ્ચે તફાવત સમજે, ચોક્કસપણે આ કાર્ય ઘણી કાળજી અને ખંત માગે છે. પરંતુ આ પણ હકીકત છે કે આ સારો કાર્યને કરવો સમયની તાતી જરૃર છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments