Monday, December 2, 2024
Homeઓપન સ્પેસવીતેલો સમય ફરી હાથ લાગતો નથી

વીતેલો સમય ફરી હાથ લાગતો નથી

લે. અદનાન યૂસુફ

40+ની વય પછી આપણા ખોટા નિર્ણયો, ખોટી ટેવો, લાપરવાઈઓ અને જીવન પ્રત્યે બિન-ગંભીર વલણ પોતાના ફળ આપવાનું શરૂ કરી દે છે. આનો પ્રથમ તબક્કો સ્વાસ્થ્યથી જોડાયેલ હોય છે, બીજો તબક્કો વત્તાઓછા અંશે ૫૦ પછી આવે છે, જે પરિવાર ખાસ કરીને સંતાન સાથે સંકળાયેલ હોય છે. ત્રીજો ૬૦ પછી જ્યારે આર્થિક નિર્ણયોના ફળ આવવા લાગે છે અને અંતિમ લગભગ ૭૦ પછી જે સામાજિક વલણોના પરિણામ બતાવવાનું શરૂ કરી દે છે. આ એક અંદાજિત સીમાંકન છે, પરંતુ કહેવાનો ભાવાર્થ આ છે કે આપણને પોતાના જીવનમાં લેવામાં આવેલ નિર્ણયો અને વલણોના ફળ આ જ જીવનમાં મળવા શરૂ થઈ જાય છે.

૪૦ પહેલાં પણ આપણે વાળ ખરવાની ફરિયાદ કરી રહ્યા હોઈએ એવું બની શકે છે, પરંતુ ૪૦ પછી તાલ દેખાવા લાગે છે. આના પછી જ બ્લડ પ્રેશર, સુગર વિ.ની સમસ્યાઓ સામે આવવા લાગે છે. આંખો પર ચશ્મા લાગવાની નોબત આવે છે, કમરનો દુઃખાવો શરૂ થઈ જાય છે.

૫૦ થી પહેલાં પણ સંતાનના સ્વરમાં ઊંચો અવાજ, ગુસ્સો, રિશ્તાઓમાં અંતર, અને તેમનું પોતાના જીવનને લઈને ગંભીર ન હોવું વિગેરેનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ૫૦ પછી સંતાનનો આ સ્વભાવ પાક્કો થતો દેખાવાનું શરૂ થઈ જાય છે. એટલો પાક્કો કે એ આપણને દુઃખ આપવાનું શરૂ કરી દે.

૬૦ પછીની આર્થિક પરેશાનીઓ તેના કરતાં ઘણી વધારે બૂરી તથા ખતરનાક હોય છે, જેની ફરિયાદ આપણે સંમગ્ર જીવન કરી હોય છે. હવે આપણને યાદ આવે છે કે જો અમે-આપણે આ કર્યું હોત તો આવું થઈ જાત, એ કર્યું હોત તો એવું થઈ જાત.

અને ૭૦ પછી આપણી કેટલીક આકાંક્ષાઓ પોતાના પરિવારની બહાર સમાજથી પણ હોય છે, જે પૂરી થતી નથી દેખાતી અને આપણે સમાજને કોસવાનું કામ ઝડપથી શરૂ કરી દઈએ છીએ.

આ તમામ પરિણામોથી પસાર થતાં આપણે ફકત પ્રથમ પડાવ પર ગંભીરતાથી કયારેક પોતાને જવાબદાર ઠેરવી દઈએ છીએ, પરંતુ આગળના સમગ્ર દોષ આપણે અન્યો પર થોપતા જઈએ છીએ, કે જેથી સ્વયંને પોતાની સામે લજ્જિત ન થવું પડે. કુર્આન કહે છે “બલૌ અલકા મઆઝીરહ”  (No Matter What Excuses You Present Now), કેમકે મૂળ સમસ્યા આ નથી કે પરિણામોનો ઠીકરો કોના પર ફોડવામાં આવે, બલ્કે મૂળ સમસ્યા તો આ છે કે આ પરિણામો તો ફકત આપણે અને આપણે જ ભોગળવાના હોય છે.

આમ તો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દરેક ભૂલને સુધારવાનો કે ખરી કરવાનો મોકો હોય છે, પરંતુ પરિણામ તો ત્યારે જ મળી શકે છે કે જ્યારે શરૂઆતથી ખરૂં કરવા કે સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. વીતેલો સમય હાથ નથી લાગતો અને વીતેલું જીવન પણ, પરંતુ જે સમય પણ હજી બાકી છે, અને તેમાં ભવિષ્યના આ પરિણામોની સમજ પેદા કરી લેવામાં આવે તો કદાચ હજી પણ પરિણામો ઉપર અસર નાખવાનો મોકો છે. પોતાનું સ્વાસ્થ્ય, પોતાની સંતાનની તર્બિયત (કેળવણી, પ્રશિક્ષણ), પોતાના ફુઝૂલ ખર્ચાઓ, આળસ અને સમાજને ગંદા કરવા કે તેનાથી કપાયેલા રહેવાની ટેવો પર થોડીક મહેનત કરી લેવામાં આવે, તો આશા છે કે કેટલાક સારા પરિણામો જોવા મળે. અને હા, એક પરિણામ જીવન પછીનું પણ છે, તેના પર ફરી ક્યારેક ……

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments