Sunday, September 8, 2024
Homeસમાચારવ્યાજ આધારિત આર્થિક પ્રવૃત્તિ અને વ્યાજ રહિત આર્થિક પ્રવૃત્તિ

વ્યાજ આધારિત આર્થિક પ્રવૃત્તિ અને વ્યાજ રહિત આર્થિક પ્રવૃત્તિ

અમદાવાદ,

શહેરના નવરંગપુરા વિસ્તારમાં અલ-ડોરાડો હોટલમાં બે દિવસીય વ્યાજ રહિત કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઓની કાર્યશીબિર તા. 29-2-2020 અને 1-3-2020 દરમ્યાન યોજાઈ ગઈ. કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી 50 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં માઇક્રોફાઈનાનસ વિશે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

સહુલત માયક્રોફાયનાન્સ ક્રેડીટ કોઓપરેટીવ સોસાયટીના વડા અરશદ અજમલે ખાસ ઉપસ્થિત રહી સંતોષકારક રીતે વિસ્તૃત છણાવટ કરી હતી. વ્યાજ અને વ્યાજ રહિત આર્થિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરતાં તેમણે કહ્યું કે બિહાર રાજ્યની પ્રથમ માઈક્રો ફાયનાન્સ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટી વ્યાજ રહિત 33 બ્રાન્ચો ધરાવે છે. અને હાલમાં બિહારમાં 1 લાખ 30 હજાર સભ્યો ધરાવે છે. અરશદ અજમલે વ્યાજ આધારિત અને વ્યાજ રહિત આર્થિક પ્રવૃત્તિઓ સમજાવતાં કહ્યું કે વ્યાજ દ્વારા નફો પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે કે વ્યાજ રહિત આર્થિક પ્રવૃત્તિથી લાભો અર્થાત્ બેનિફિટ્સ પ્રાપ્ત થાય છે. અર્થાત્ વ્યાજ આધારિત આર્થિક પ્રવૃત્તિ સુખમાં સહભાગી થાય છે, દુઃખમાં નહીં. પરંતુ વ્યાજ રહિત આર્થિક પ્રવૃત્તિ મનુષ્યના સુખ-દુઃખમાં સહભાગી થાય છે. અર્થાત્ વ્યાજ રહિત આર્થિક પ્રવૃત્તિ એટલે નફા-નુકસાનમાં ભાગીદારી. આ બાબતે ખૂબ જ વિસ્તારપૂર્વક સમજણ પ્રસ્તુત કરી હતી.

બે દિવસીય વર્કશોપમાં જે વિષયો ચર્ચાયા હતા તે આ પ્રમાણે હતાઃ COOPERATIVE REGISTRATION AND MEMBERSHIP & KYV, COMPLIANCES UNDER COOPERATIVE ACT AND GOVERNANCE STRUCTURE, BOOK KEEPING AS DEFINED UNDER COOPERATIVE ACT, CASH HANDLING AND CHECKING, RECENT REGULATORY CHANGES, DUE DILIGENCE IN LOAN PROCESSING FOLLOWED BY Q.A. , HOW TO FILE REGISTRATIONS OF INTEREST FREE COOPERATIVE CREDIT SOCIETIES, WHAT IS COOPERATIVE? UNDERSTANDING INTEREST FREE AND MICRO FINANCE PRINCIPLES AND ROLE OF SAHULAT, WHY GROWTH IN COOPERATIVE OPERATION IS ESSENTIAL FOR ITS SUSTAINABILITY?, PLANNING, TARGET MONITORING, AGM AND POLICY MAKING IN INTEREST FREE, COOPERATIVE CREDIT SOCIETIES.

ઉપરોક્ત વિષયો હેઠળ જે મહાનુભાવોએ માર્ગદર્શન પુરૂ પાડ્યું છે તેમાં મિ. ઉસામા ખાન, (DCEO, Sahulat), મિ. હિતેષ કુમાર પટેલ (Co-Operative Education Instructor, Gujarat State Co-Op. Union),  મિ. એન.બી. શેખ (Rtrd. Additional Registrar of Co-Op. Societies, Gujarat State), મિ. સલીમ કાઝી (MD – Bait un Nasr Urban  Cooperative Credit Society, Mumbai),   CA સૈયુમ ખાન (Coordinator Sahulat Gujarat), મિ. અરશદ અજમલ (COO, Sahulat), મિ. ફસીહ અહમદ (Manager Research and Training, Sahulat) નો સમાવેશ થાય છે.

શીબિરમાં માર્ગદર્શન પુરૂ પાડનારા સર્વે મહાનુભાવોને મોમેન્ટો અને ભાગ લેનાર સર્વે પ્રતિનિધિઓને જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર શકીલઅહમદ રાજપુત દ્વારા પ્રમાણ પત્રો એનાયત કરી સંમાનિત કરાયા હતા. આ બે દિવસીય વર્કશોપને સફળ બનાવવા માટે ગુજરાતના સહુલત માઇક્રોફાયનાન્સ કો.ઓ. સોસાયટીના કોઓર્ડિનેટર અને ચાર્ટટર્ડ એકાઉન્ટન્ટ સૈયુમ ખાન અને તેમના સાથીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments