Tuesday, September 10, 2024

જીવનનું આયોજન

(ગતાંકથી ચાલુ)

જીવન ચક્ર (Life Cycle)

જિંદગી એક પૈડાની માફક ઘૂમતી રહે છે, ચાલતી રહે છે અને મુસાફરી કરતી રહે છે. કોઈ ગાડીનું પૈડુ ચાલે છે તો ચાલવાની સાથે અટકી પણ જાય છે. તે ત્યારે જ બરાબર ચાલે છે જ્યારે તે પૈડાના બધા જ તાર એક સરખા હોય. તાર નાના-મોટા હોય અથવા તૂટી જાય તો પૈડાની ગતિમાં ખખડાટ પેદા થઈ જાય છએ અને તેના લીધે બેચેની થવા લાગે છે. આવી જ હાલત જીવનચક્રની પણ છે. આ ચક્રમાં આઠ તાર છે. જેનું વર્ણન આગળ આવશે. એ તમામ ઉપર એક સરખું ધ્યાન આપવાથી એ કાર્યોનો વિકાસ જિંદગીને રમણિય બનાવી દે છે. કોઈ એક પાસાથી પણ લાપરવાહી દાખવવાથી પરિણામે વ્યક્તિ નિશ્ચિત મંઝિલ પર પહોંચી શકતો નથી અને વ્યક્તિત્વની સાંગોપાંગ ઉન્નતિ થવા નથી પામતી. તઝકિયાના એ આઠ પાસા પર સતત ધ્યાન આપવાની જરૂરત છે. જેના લીધે વ્યક્તિની ઉન્નતિ સર્વમુખી અને સર્વાંગી થવા પામે. તે આઠ પાસા આ પ્રમાણે છેઃ

(૧) બૌદ્ધિક વિકાસ

બુદ્ધિ પ્રતિભા મનુષ્યની એક જાહેર ઓળખાણ છે. વ્યક્તિની કદર અને મૂલ્ય સામાન્ય રીતે એના ઉપરથી થાય છે કે વ્યક્તિ કેટલો બુદ્ધિશાળી છે. (આખેરતમાં વ્યક્તિની કદર અને મૂલ્ય બુદ્ધિમત્તાના બદલે દિલની સંતુષ્ટિ અને દિલની કરૃણાના આધાર પર થશે). કેટલાક વ્યક્તિઓ બુદ્ધિશાળી હોય છે. તો કેટલાક મંદબુદ્ધિવાળા હોય છે. બુદ્ધિમત્તા ફકત વિચારવાની લાયકાતનું જ નામ નથી પરંતુ એક સર્વગ્રાહી લાયકાત છે, જેનાથી માણસ વિવિધ કાર્યોને ન્યાય આપવામાં સક્ષમ હોય છે. બુદ્ધિમત્તાનું પ્રદર્શન કોઈ નવી વાત શીખવામાં, નવા વાતાવરણથી તાલમેલ સાધવામાં, વસ્તુ અને સ્થિતિ વચ્ચેના સંબંધને સમજવામાં અને તેનું અનુમાન લગાવવામાં, સમસ્યાઓનું નિવારણ કરવામાં સૂક્ષ્મ અવલોકન કરવામાં સ્વતંત્રપણે વિચારવામાં, અઘરા અને ગૂંચવણભર્યા કામોને સફળતાપૂર્વક ઉકેલી દેવામાં થાય છે.

બુદ્ધિમત્તામાં વૃદ્ધિ એ વ્યક્તિત્વ વિકાસનો એક ભાગ છે. માણસ જેટલુ ઊંડુ અધ્યયન કરશે, જેટલું ગહન ચિંતન-મનન કરશે, બૌદ્ધિક રીતે એટલો જ સમૃદ્ધ અને ગંભીર બનશે. બૌદ્ધિક વિકાસનો ફરક એ જ નથી કે અધ્યયન વિસ્તૃત હોય પરંતુ વ્યક્તિ એટલો હોશિયાર હોય કે તે કોઈ પણ બૌદ્ધિક ચર્ચામાં હાજરી આપી શકે. શૈક્ષણિક ચર્ચામાં હાજરીનો અર્થ એ નથી કે કોઈ વિષય ઉપર પોતાના અધ્યયનથી પ્રાપ્ત કરેલ બયાન વર્ણન કરીને આવી જાય. પરંતુ તે વિષય ઉપર ઇલ્મી, ઐતિહાસિક, કુઆર્ની અને મનોઃવૈજ્ઞાાનિક દલીલો આપી શકે. સામેની વ્યક્તિની વાત ઉપરથી ફાયદો પણ પ્રાપ્ત કરી શકે અથવા તેની દલીલને રદ પણ કરી શકે. પોતાની સ્થગિત કરેલી વાતમાં ધીરેધીરે આગળ વધી શકે, અથવા તેનાથી છૂટકારો પણ પ્રાપ્ત કરી શકે. આ પાસાથી જિંદગીને શ્રેષ્ઠ બનાવવામાં માટે આવશ્યક છે કે કુઆર્ન અને સુન્નતનું અધ્યયન કરવામાં આવે, ચિંતન-મનન કરવામાં આવે, સાથે જ આધુનિક વિચારધારાના રદ માટે ઇસ્લામી તેહરીકના બુનિયાદી લિટરેચરનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે. પ્રાચીન અને અર્વાચીન લેખકોની દલીલોથી જ્ઞાાન પ્રાપ્ત કરવામાં આવે. આ જ રીતથી કોઈ વ્યક્તિ મુખ્ય વિષયનો હક અદા કરી શકશે.

(૨) આધ્યાત્મિક વિકાસ

માણસ વાસ્તવમાં શરીરની સાથે એક આત્મિક (રૃહાની) અસ્તિત્વ છે. જ્યારે વાસ્તવિક્તા આ છે તો પછી આધ્યાત્મિક વિકાસ હકીકતમાં વ્યક્તિનો વિકાસ ઠેરવવામાં આવશે. આત્મા વાસ્તવમાં એ જ પવિત્ર નૂર (દિવ્ય પ્રકાશ)નું નામ છે જે ખુદાએ માટીના શરીરમાં ફૂંકી છે. આધ્યાત્મિક વિકાસની ઇસ્લામી કલ્પના એ છે કે માણસ અલ્લાહ તઆલાની નિકટતા પ્રાપ્ત કરે ન કે મૃત્યુ. અલ્લાહ તઆલાની નિકટતા એ મનની કેફિયતનું નામ છે જો માણસનું દિલ વ્યાકુળતા, નિરાશા, ખાલીપો અનુભવતુ હોય તો એ હૃદયની ગભરામણનું કારણ આધ્યાત્મિક અધઃપતન છે. ઇબાદત એ પ્રમાણે કરવી જોઈએ કે આપણે અલ્લાહને જોઈ રહ્યા છીએ અથવા બીજી સ્થિતિમાં આ ખ્યાલ દિલમાં પેદા કરવો જોઈએ કે અલ્લાહ આપણને જોઈ રહ્યો છે. આ કેફિયત માટે કોશીશ કરવી વ્યક્તિના વિકાસ માટે આવશ્યક ભાગ છે. લોકોની ખિદમતથી પણ અલ્લાહની સમીપતા પ્રાપ્ત થાય છે. પરંતુ આ ખિદમત સરક્યુલર અને અભિયાનનું જ પરિણામ ન હોય, પરંતુ કૃતિમતા વિના હમદર્દીની ભાવનાથી હોય. નમાઝ, કુઆર્ન, દુઆ, ઝિક્ર, આધ્યાત્મિક વિકાસના અગત્યના માધ્યમો છે. બુદ્ધિમત્તામાં સુકરાત અને બુકરાતની બરાબરી હોય, પરંતુ આધ્યાત્મિકની રીતે બીમાર જેવી કેફિયત હોય તો પછી તે વ્યક્તિ ન તો તઝકિયાના મર્મને પામી શકે છે ન તેનું વ્યક્તિત્વ પૂર્ણતાના આરે પહોંચી શકે છે.

(૩) શારીરિક વિકાસ

વ્યક્તિત્વની ઓળખમાં શારીરિક યોગ્યતાઓ અને તંદુરસ્તી મુખ્ય આવાહકો છે. કુઆર્ન ફરમાવે છે, “અને જ્યારે તેઓ જાલૂત અને તેની સેનાઓનો મુકાબલો કરવા નીકળ્યા, તો તેમણે દુઆ કરી, ”હે અમારા માલિક ! અમારા ઉપર ધૈર્યની વર્ષા કર, અમારા કદમ જમાવી દે અને અમને આ ઇન્કાર કરવાવાળા જૂથ ઉપર વિજય પ્રદાન કર.” (સૂરઃ બકરહ-૨ઃ૨૫૦)

બીજી જગ્યાએ કુઆર્ન શારીરિક યોગ્યતાઓની અગત્યતા ઉપર પ્રકાશ પાથરતાં કહે છે, “એ બે સ્ત્રીઓ પૈકી એક જણીએ પોતાના પિતાને કહ્યું, અબ્બાજાન આ પુરુષને નોકર તરીકે રાખી લો. શ્રેષ્ઠ પુરુષ જેને આપ નોકર તરીકે રાખો તે એવો હોવો જોઈએ જે જોરાવર અને પ્રમાણિક હોય.”

શારીરિક મુજબની યોગ્ય આહાર, સુટેવો અને સદવર્તન અને વ્યાયામનો તકાદો કરે છે. નુકશાન કર્તા કુટેવો દા.ત. તમાકુનો ઉપયોગ, સિગારેટ પીવી વગેરેથી બચવું આવશ્યક છે. શારીરિક વિકાસમાં શરીરની મજબૂતાઈની સાથેસાથે શારીરિક કાબેલિયતો અને વિશેષ યોગ્યતાઓ પણ પ્રાપ્ત કરવી જોઈએ. જેવી કે તરવું, ઘોડેસવારી, કારડ્રાઇવીંગ, દોડવું, કરાટેના દાવ વગેરે શારીરિક કાબેલિયતોના ભાગ છે. તઝકિયાના વિસ્તૃત અર્થમાં આ વાત પણ શામેલ છે કે શારીરિક તંદુરસ્તી અને વિશેષ યોગ્યતાઓનો પણ ધારક બને અને તેની ઉત્તરો-ઉત્તર પ્રગતિ પ્રત્યે ખાસ નજર રાખે.

(૪) શૈક્ષણિક પ્રગતિ/ આર્થિક પ્રગતિ

વિદ્યાર્થીની જિંદગીને સુશોભિત બનાવવામાં વિદ્યાભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. ડિગ્રી પ્રાપ્ત કરવા ખાતર વિદ્યાભ્યાસ કરનારાઓની સંખ્યા ઓછી નથી ફક્ત પાસ થવા માટે શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ પણ ઓછા નથી. સાચું શિક્ષણ એ જ છે જે જ્ઞાાન મેળવવા માટે હોય જ્ઞાાનની કોઇ સીમા નથી. એટલે શિક્ષણ પ્રાપ્તિ એવી હોય જેમાં વિશાળતા અને ગહનતા હોય. વિષયના વર્ણન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત હોય અને તે ઇલ્મ ના માધ્યમ દ્વારા રબની મઆરીફત પ્રાપ્ત થવી જોઇએ. જ્ઞાાનપ્રાપ્તિના પ્રચલિત અને અપ્રચલિત માધ્યમાંથી જ્ઞાાન ગહણ કરવું અને ફાયદો પ્રાપ્ત કરવો વિદ્યાર્થીને સફળ બનાવશે.

જો કોઇ વિદ્યાર્થી જ્ઞાાન પ્રાપ્તિની પ્રક્રિયાઓથી આગળ નિકળી ચુક્યો હોય તો તેણે પોતાની જિંદગીને સાર્થક બનાવવા માટે પ્રગતિના માર્ગે પ્રયાણ કરવું જોઇએ. આર્થિક સધ્ધરતા માણસને સ્વમાની બનાવે છે આવડત, પરિશ્રમ અને પ્રયત્નો કરવા એ માણસનું કામ છે.આર્થિક સધ્ધરતા નસીબ પ્રમાણે પ્રાપ્ત થશે. પ્રયત્નોમાં કચાશ રાખવીએ શ્રદ્ધા ન કહેવાય ઓછું કમાવવું એ સંતોષ ન કહેવાય, રોજીમાં વૃધ્ધી માટે પ્રયત્ન કરવો એ દુનિયાદારી નથી હારનો સ્વીકાર કરવો દીનદારી નથી આથી આર્થિક વિકાસ પ્રત્યે ખાસ ધ્યાન આપવું એટલા માટે જરૂરી છે કે તેના વગર સંતુષ્ટિ અને શાંતિ, ચેનપુર્વક તેહરીક અને દાવતનું કામ પણ નહીં કરી શકાય.

(૫) સામાજીક વિકાસ

જમાઅત અને તેહરીક વ્યક્તિના વિકાસ પ્રત્યે ધ્યાન આપે છે તો તેનું કારણ એ છે કે આપણો પ્રશિક્ષણ પ્રાપ્ત કાર્યક્ષેત્રમાં બીજા સામાન્ય માણસોના નેતૃત્વ ની યોગ્યતા પ્રાપ્ત કરી શકે.દુનિયા વર્તમાન સમયમાં અત્યાચાર અને અન્યાયની દુનિયા છે. ન્યાય અને ઇન્સાફ સ્થાપિત કરવા માટે લીડરશીપનો રોલ તે વ્યક્તિ જ અદા કરી શકશે જેનો સામાજીક સંબંધ મજબૂત હોય એકાંત પ્રિય વ્યકિત આત્મિક (ઉન્નતિ) તો કરી શકશે. અને કંઇક પ્રાપ્ત પણ કરી શકશે. પરંતુ કઇંક આપવા માટે સમાજ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે.સમાજમાં પ્રખ્યાત અને પ્રસિધ્ધ વ્યક્તિ બનવા માટે સામાજીક પ્રશ્નો (સમસ્યાઓ) પ્રત્યે રસ દાખવવો પડશે. અમુક દિનદારો એવા પણ હોય છે કે જેમને તેમનો પડોશી સુધ્ધાં જાણતો નથી હોતો. વ્યક્તિના વિકાસનું સામાજિક પાસું એ છે કે સમાજમાં તે વ્યક્તિ એ રીતે ઓળખવામાં આવતો હોય કે તેે માનવતાનો સુભેચ્છક,જનસાધારણોના હમદર્દ, ઇન્સાનિયતનો મુક્તિદાતા છે.

આત્માશુદ્ધિ માટેની ખાનકાહી વિચારધારામાં આ પહેલું ખાસ ઉપેક્ષિત થઇ જાય છે. તેહરીક આ કરવાની સ્થિતિના સંબંધમાં પોતાના સંબંધિત કાર્યકરોની તર્બિયત ઉપર વિશેષ ધ્યાન આપે છે.

(૬) ઘર

ઘર સામન્યપણે વ્યક્તિ પત્ની, બાળકો, માં-બાપ અને ભાઇ-બહેન પર આધારીત હોય છે. એ તર્બિયતનો શો અર્થ જે વ્યક્તિ દુનિયામાં તો ઉચ્ચ નામ પૈદા કરે પરતું ઘરમાં તેનું ના કોઇ સ્થાન હોય ના માન કે ઇજ્જત, અને ઘરમાં પરાયા અથવા મહેમાનની માફક રહેતા હોય, કેટલાક દીનદાર એવા પણ હોય છે કે તેમનો દબદબો ઘરવાળાઓ ઉપર એ રીતે છવાયેલો રહેતો હોવે છે કે જેવા તે ઘરમાં દાખલ થાય છે, પત્નિ બિલાડી અને અને બાળકો ઉંદર બનીને લપાઇ જાય છે આના પરિણામે ઘરનું આનંદીત વાતાવરણ સમાપ્ત થઇ જાય છે. આમ પણ જિંદગી બહુ જ જટીલ છે. ઘરમાં ધ્યાન ન આપીને પરિસ્થિતિ વધારે જટીલ બનાવી દેવી એ ડહાપણની રીત નથી. પત્નિનું બિસ્તર (પથારી)માં સ્થાન આપવા બદલે જીવનમાં સ્થાન આપવું જોઇએ. બાળકોના અણગમતા કૃત્યો ઉપર ચિડિયણ થવાના બદલે તેમનાથી આનંદ પ્રાપ્ત કરવો જોઇએ. માં-બાપને ભાર સમજવા તેમના હુકમોને બંધન સમજવાના બદલે વ્યક્તિ તેમની દુઆઓ મેળવવા માટે આશાવાદી બને. ભાઇ અને બહેનોની સેવા નિસ્વાર્થ હોય, નફરત અને ઝઘડો કરવા માટે તક (મોકો) ની શોધ કરતા રહેવું અધમતા છે, આપણે મોટાભાગે નનામા સાથે મોટા વિનમ્ર અને સદાચારી બનીએ છીએ અને ઘરવાળાઓ માટે કઠોર અને નિર્દયી બની જઇએ છીએ, તેમ છતાં તેમના સાથે પ્રેમનો દાવો પણ કરીએ છીએ.

દરેક સ્થિતિમાં ઘરને રુચિકર બનાવવું એ જિંદગીને રુચિકર બનાવવા બરાબર છે. મનોઃવૈજ્ઞાાનિકે સર્વે કરીને શાધી કાઢયું કે કેવા પ્રકારના લોકો રુચિકર જિંદગી પસાર કરે છે. રુચિકર લોકોમાં ૮૦% તે લોકો છે જેઓ પોતાના ઘરમાં આનંદથી રહેતા હોય છે.

(૭) પરિવાર (કુટુંબ)

નાનું કૂંટૂબ એ પશ્ચિમની દેણ છે. ઇસ્લામ આપણને કૂંટૂંબની વિચારધારા આપે છે. કાકા, ફઇ, મામા, માસી, નાના,નાની, દાદા-દાદી, વગેરેનો અસીમ પ્રેમ એ દુઆઓની અસર આપણા જીવન ઉપર પડે છે. તેનો બદલો એ છે કે આપણે તેમના સાથે સદ્વ્યવહાર કરીએ. તેમની મદદ કરીએ, તેમની ખિદમત કરીએ, એક વ્યક્તિ જો પોતાના કુંટુંબના કામમાં ન આવે તો સમાજ અને ઇન્સાનિયતની શું ભલાઇ કરી શકવાનો છે? કુંટુંબ કબીલામાં સંબંધ બનાવી રાખવો એ સમાજમાં સ્થાન બનાવવા માટે જરૂરી છે. એના કરતાંય વધારે તે દિનનો તકાદો છે, કુંટુંબ કબીલાથી સંબંધ બનાવી રાખવા માટે વર્તમાન સમયમાં જે રીતો પ્રચલિત છે, શાદી-વિવાહ, બિમારની ખબર લેવી, મૌત-મય્યત અને બેસણું વગેરે. તંઝિમી કામમાં અથવા ધંધામાં કોઇ વ્યક્તિ એટલો ડુબેલો રહે છે કે કુંટુંબ- કબીલાના સારા-નરસા પ્રસંગોમાં હાજરી આપવાને વ્યર્થ, નિરર્થક અને નકામું સમજે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિની નજીક દીન તઝ્કિયા, ખિદમતે ખલ્કની વિચારશૈલી વિકૃત થયેલી છે. તઝ્કિયાનો અર્થ એ પણ છે કે વ્યક્તિ એક સારો નાગરીક બને. (અમીન અહસન ઇસ્લાહી રહ.). કુટુંબનો એક સારો સભ્ય બનવું એ તો એક સારો નાગરીક બનવા માટેની પહેલી મંઝિલ છે.

(૮) તહરીકી સફળતા

તઝકિયાનું કારણ પણ અને તઝ્કિયાનું આશય પણ એ જ છે કે વ્યક્તિની સુશુપ્ત યોગ્યતાઓને એવી રીતે જાગૃત કરવામાં આવે કે તે દીનને પ્રસ્થાપિત કરવાના કામમાં ઉપયોગી નીવડે.જો કોઇ વ્યક્તિ દીનની ખિદમતથી જીવ ચોરતો તેમ છતાં પણ પોતાની જાતને દીનદાર થતા મુત્તકી હોવાના ભ્રમમાં રાખતો હોય તો આ તેની બેવકુફી ગણાશે. ઇસ્લામની ખિદમત માટે કમર બાંધવા (તૈયાર થવા) ની દાવત કુઆર્નની દાવત પણ છે, અને નબીઓની પણ, સત્ય તો એ છે કે દીનને ખિદમતના કામમાં લગાવવાથી વ્યક્તિનો જેટલો તઝ્કિયા થાય છે અને વ્યક્તિત્વ જેટલું સુશોભિત બને છે તેનો કોઇ વિકલ્પ જ નથી.

જીવન વ્યવસ્થાનો અર્થ એ થયો કે જિંદગીને યથાર્થ બનાવવા માટે તે આઠ મુદ્દા (૧. બૌદ્ધિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ,શારીરીક વિકાસ, શૈક્ષણિક વિકાસ, આર્થિક વિકાસ, સામાજિક વિકાસ ઘર કુંટુંબ, તેહરીકી તરક્કી) એક સરખું ધ્યાન (લક્ષ્ય) હોવું જોઇએ, અને આયોજનપુર્વક તે કાર્યો ઉપર આગળ વધવું તે વ્યક્તિ માટે જરૂરી છે. જે પોતાનો તઝ્કિયા કરવા ઇચ્છતો હોય, જીવન વ્યવસ્થાની વિચારશૈલી જ્યારે સાફ થઇ જશે તો પછી આયોજનબદ્ધ જીવન તરફ ડગલો વધારી શકાય. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments