Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસજો હૃદય હોય તો ચાલો તેનાથી સતસંગ કરીએ!

જો હૃદય હોય તો ચાલો તેનાથી સતસંગ કરીએ!

વિચારોની દુનિયામાં આપણે ઘણાં બધા લોકોથી મળીએ છીએ. કોઈનાથી આનંદભર્યા માહોલમાં મળીએ છીએ તો કોઈનાથી અગમ્ય માહોલમાં મળીએ છીએ. કોઈનાથી મળી મજા માણીએ છીએ તો કોઈનાથી મળીને નિરસ થઈ જઈએ છીએ. આ બધુ આપણે હૃદયના દોરીસંચારથી કરીએ છીએ અને હૃદયની દુનિયામાં રહીને  કરીએ છીએ.

લોકો હૃદયના આંગણાનો વધુ પડતો ઉપયોગ લોકોથી મળવા માટે જ કરે છે. હૃદય કોઈને ચાહે છે તો કોઈનાથી ઘૃણા કરે છે. કોઈનાથી ઈર્ષા કરે છે તો કોઈની ખણખોદમાં લાગી જાય છે. કોઈના પ્રત્યે ઈર્ષા એટલે તેના જેવા થવાની ભાવના ધરાવે છે. કોઈના પ્રત્યે નફરત, કોઈની ભવ્યતાથી અંજાય છે તો કોઈનો ડર વેઠી જાય છે, આવા અનેક પરિબળોથી આપણે લોકોનો સામનો કરીએ છીએ અને તેમનાથી મળતા રહીએ છીએ. ઘણી વખત જેનાથી આપણે ઘૃણા કરીએ છીએ એવા લોકોથી આપણે વારંવાર મળતા હોઈએ છીએ.

આમ તો આપણે હૃદયના માધ્યમથી ઘણાં લોકોને મળતા હોઈએ છીએ. પણ દુઃખદ વાત આ કે હૃદયને ખુદને મળવાનો અવસર આપણને ઓછો મળે છે. હૃદયના ઈશારે આપણે ઘણાની આવડત અણઆવડતથી પરિચિત થઈએ છીએ. પણ સ્વંય આપણા હૃદયની કેફિયતથી વાકેફ નથી થઈ શકતા.

હૃદયથી સતસંગ કરતા રહેવું અતિ આવશ્યક છે. જેથી તેની સ્થિતિની જાણ થઈ શકે. હૃદયની જમીન ઉપર ઈમાનની ખેતી લીલીછમ થાય. આના માટે તેનું પોચું-નરમ હોવું જરૂરી છે. કઠણ જમીન ઉપર ઈમાનના છોડવા નથી પાંગરતા. હૃદય ઉપર ઈલાહી નૂરનું અવતરણ થાય. તેના માટે તેનું પાકસાફ હોવું જરૂરી છે. ગંદી જગ્યા ઉપર અલાહના નૂરનું અવતરણ નથી થતું. હૃદયથી મોટા ફેંસલા થાય. તેના સારૃં હૃદયનું વિશાળ હોવું આવશ્યક છે. ટુંકા હૃદયમાં મોટા કૃત્યો કરવાનું બળ આકાર નથી લેતું. હૃદયમાં કોઈ ન હોય. તેની ઉપર નકારાત્મક કે ભૌતિકવાદી વિચારધારાની પકડ ન હોય. હૃદય સ્વતંત્ર હોય, કોઈ તુચ્છ મનેચ્છાનો ગુલામ ન હોય.

હૃદયની દરકાર લેવી અતી આવશ્યક છે. કેમ કે જીંદગીના બધા મોટા કાર્યો હૃદયે પાર પાડવાના હોય છે. ઈમાન લાવવું એ હૃદયની જવાબદારી છે. ઈમાનના મૂળભૂત તકાદાઓ પણ હૃદયે પૂરા કરવાના હોય છે. પ્રેમ, અલ્લાહનો ડર, તકવા, એહસાન, બલીદાન, અર્પણ, તૌબા અને પશ્ચાતાપ આ બધા હૃદયના કાર્યો છે. આટલું જ નહિં બલ્કે જે કાર્યો અવચવો કે અંગો એ આચરવાના હોય છે તેમાં પણ હૃદય ભાગ ભજવે છે. હૃદયની એકાગ્રતા વગર અમલ આત્મા વગરનો થઈ જાય છે. હૃદયનો નિખાલસતા વગર અમલ કીંમત વગરનો થઈ જાય છે. તાત્પર્ય આ છે જે હૃદયને જીંદગીના બધા મોટા કાર્યો પાર પાડવાના હોય તેના તાકાતવાન અને સ્વસ્થ હોવ ઘણું જ જરૂરી છે.

કેળવણીવિદો કહે છે. એકાંતની ક્ષણો હૃદયની કેળવણી કાજે બહુજ લાભકારક હોય છે. પણ વિટંબણા આ છે કે જ્યારે આપણે દેખીતા એકાંતમાં હોઈએ છીએ તો પણ હૃદય આપણને પોતાની સાથે બેસવા નથી દેતુ. અને આખા જગતનો પ્રવાસ કરાવતો રહે છે. આમ આ દેખીતી એકાંતની પળોમાં પણ આપણને હૃદયથી સતસંગ કરવાનો મોકો નથી આપતું. એકાંત અને એકાગ્રતાની શ્રેષ્ઠ સ્થિતિ નમાઝ હોઈ શકે છે. આ વખતે પણ આપણું હૃદય-દિલ આપણને એકાંતવાસ નસીબ નથી કરતો. એ સમયે પણ હૃદય દ્વારા મળનારાઓની લાઈન લાગેલી હોય છે.

હકીકતમાં હૃદયથી મળવા માટે શારિરીક એકાંત દશા કરતા વિચારો મુક્ત એકાંત અવસ્થાની વધુ જરૃર હોય છે. હૃદયથી મળવાનો પ્રબળ વિચાર કરો. નક્કી કરો કે જ્યારે હૃદયથી મળીશું તો માત્ર હૃદયથી જ મળીશું. બધુ લક્ષ્ય અને બધું જ ધ્યાન હૃદયના એહવાલ ઉપર કેન્દ્રીત કરો. આ મુશ્કેલ કાર્ય છે. આના માટે રિયાઝ (અભ્યાસ) જરૂરી છે. એકાંતના સાચા પૃથ્થકરણમાંથી પસાર થવું જરૂરી છે. વાસ્તવિક એકાગ્રતા એટલે જ્યારે થોડી વાર માટે પણ હૃદય દરેક વ્યક્તિના ખ્યાલથી મુક્ત થઈ જાય. તમો હોવ ને તમારૃં દિલ-હૃદય હોય અને તમો દિલમાં જ દિલમાં લીન હોવ. ન કે દિલમાં અન્ય કોઈનો સાથ પણ વ્યસ્ત હોય.

મૌલાના ફારૃક ખાન સાહેબે એક વખત લખ્યું છે કે, “કહેવાય છે કે લોકો પોતાના જીવનભરમાં પોતાના મગજનો માત્ર ૧૦ ટકા ઉપયોગ કરે છે. હકીકત આ છે કે લોકો પોતાના દિલ-હૃદયનો ઉપયોગ પણ આટલો જ કરે છે.” આ ઘણો મૂલ્યવાન અને અગત્યનો ખુલાસો છે. જગતભરમાં આની યુક્તિઓ તો ઘણી જ થઈ રહી છે કે માણસ પોતાના મગજની કાર્યક્ષમતા કેવી રીતે વધારે. પણ દિલની કાર્યક્ષમતા વધારવા તરફ સામાન્ય રીતે લક્ષ હોતું નથી.

જ્યાં સુધી પોતાના દિલથી સ્વંય મળી તેના એહવાલની જાણકારી નહીં મેળવીશું તો આપણે તેનાથી લાભાન્વિત કઈ રીતે થઈશું, આનંદ કઈ રીતે પ્રાપ્ત કરીશું. હૃદય ઉપર બીજાનો કબજો હોય છે. તેમાં એ લોકો પણ હોય છે જે આપણને સારા લાગે છે અને એવા લોકો પણ હોય છે જે આપણને ગમતા નથી. તેમની જ સભાઓ ત્યાં જામે છે. અને તેમનો જ ઉલ્લેખ થાય છે. કોઈ એક ક્ષણ પણ એવી હોતી નથી કે સભા બરખાસ્ત થાય અને હૃદયથી રૃબરૃ થઈ વાત કરવાનો મોકો મળે.

પુરેપુરા એકાંતવાસના અનુભવથી પસાર થઈ માત્ર પોતાના હૃદય સાથે થોડો સમય પસાર કરવાનો અર્થ એવો નથી જ કે માણસ ઉતાવળો થઈ જાય. આશય આ છે કે માણસ પોતાના હૃદયની દેખરેખ રાખે અને તેને જીંદગીના મહા મોટા કાર્યો માટે તૈયાર કરતો રહો. હૃદયની કાળજી ન લેવામાં આવે તો તે તુચ્છ અને નજીવા કામોમાં રોકાઈ જાય છે. ઉંચા સ્તરે પહોંચી મહા મોટા કામોને પાર પાડવા માટે ખંત અને હિંમત અને સખત પરિશ્રમ તથા પ્રયત્નોની જરૃર પડે છે. જેને નાના અને સરળ કામોનો ચસ્કો લાગી જાય તે મોટા કામોમાં રસ લેવાનું અને તેનો શોખ ખોઈ બેસે છે.

સંબંધોની ભરમાર, સમસ્યાઓનો વંટોળ અને માહિતીના ઢગલામાં હૃદયને થાકવા, નિર્બળ થવા અને પોતાના મૂળ કાર્યને ભૂલી જવાની શક્યતાઓ વધી જાય છે. આ સ્થિતિમાં એકલતા પ્રાપ્ત કરી આપવી અને તેનાથી મળીને ઇચ્છિત પોષણ અને યોગ્ય ઉપચાર અને સ્વાધ્યાય મળતો રહે તે અત્યંત જરૂરી છે. હૃદય જીવીત અને તંદુરસ્ત  સ્વસ્થ હોય. વિશાળ અને વિનમ્ર હોય. સ્વચ્છને પાક હોય. કરુણામય અને વિશાળ મન હોય. લોકો સહાય માટે તત્પર હોય ને અલ્લાહથી નાતો જોડતો હોય. આની ચિંતા મો’મિન બંદાને હર હંમેશ હોવી જોઈએ. અલ્લાહના સ્મરણમાં જ હૃદયની શાંતિ છૂપાયેલી છે.  /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments