Friday, March 29, 2024
Homeઓપન સ્પેસજ્ઞાનના ત્રણ તબક્કા

જ્ઞાનના ત્રણ તબક્કા

વ્યક્તિની પાસે જે જ્ઞાન હોય છે તેના ત્રણ પ્રકાર હોઈ શકે.

૧. ઇન્દ્રિય જ્ઞાન
૨. તાર્કિક જ્ઞાન
૩. અવલોકન પર આધારીત જ્ઞાન

ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન છે જે વ્યક્તિને તેના ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય છે. તે પોતાની નજરે જોઈ રહ્યો છે કે સુર્ય ઉગી નિકળ્યું છે અને પ્રકાશ દરેક દિશામાં ફેલાઈ ગયો છે. રાત્રે આકાશમાં ચમકતા તારાઓને જોતો હોય છે. ક્યારેક જુએ છે કે ચાંદી ચો તરફ વેરાઈ ગઈ છે. જંગલોમાં અનેક વિવિધ પ્રકારના પ્રાણીઓને જુએ છે. જ્યારે ભુકંપ આવે છે ત્યારે તેને તે પોતાની આંખે જુએ છે. ઋુતુઓની ફેરબદલનો એહસાસ કરે છે. ક્યારેક ઉનાળો હોય છે તો ક્યારેક શિયાળો. તે પોતાની અંદર સુખ અને દુખની અનુભૂતી પણ કરે છે. તે ક્યારેક ગુસ્સે થાય છે અને ક્યારેક ખુશ જોવા મળે છે. આ રીતે જે જ્ઞાન અને અનુભવ વ્યક્તિને પ્રાપ્ત થાય છે, તેના વિશે તેને કોઈ શંકા હોતી નથી. આવા જ્ઞાનમાં મોટા ભાગે આપણી જેમ પશુ-પક્ષીઓ પણ હોય છે.

બીજા પ્રકારનો જ્ઞાન તે જ્ઞાન છે જેનો સંબંધ ઇન્દ્રિયોથી નહીં પરંતુ વ્યક્તિના તર્કથી હોય છે. આ રીતના જ્ઞાનમાં પથભ્રષ્ટ થવાની શક્યતાઓ વધૂ હોય છે. દા.ત. વ્યક્તિ ક્યારેક કયારેક એવો તર્ક કરી બેસે છે કે આ સંસાર એમને એમ જ ચાલી રહ્યો છે. આને ચલાવવા માટે કોઈ પરમજ્ઞાની છે જ નહીં.!!! આ સંસારનો અસ્તિત્વ કોઈ એવા ચોક્કસ ઉદ્દેશ્ય સાથે થયું હોય તેવું પણ નથી, જેના અંતર્ગત જીવન અને બ્રહ્માંંડને બનાવવામાં આવ્યું હોય. દરેક વ્યક્તિ પોતાનું જીવન જીવવા પછી હંમેશ માટે મટી જાય છે. તેની નજરે જે તેના માટે ફાયદાકારક હોય તે જ સારૃ છે. અને જે કષ્ટદાયક હોય અને જેનાથી કોઈ દેખીતો ફાયદો ન મળી રહ્યો હોય તે જ ખરાબ છે. તેની નજરમાં ભલાઈ અને બુરાઈનો એવો કોઈ માપદંડ નથી હોતો જેના દ્વારા કાયમી પરિણામ મેળવવાતું હોય. જ્યારે વ્યક્તિનો જીવન જ અંત છે અને આ જીવન પછી બીજા કોઈ જીવનથી પોતે ગાફેલ છે તો પછી તેના ખ્યાલો અને તર્કની કોઈ કાયમી અધિકૃતતા નક્કી ન કરી શકાય.

આની વિરૂદ્ધ એક બીજો વ્યક્તિ પણ હોઈ શકે. જેનો તર્ક છે કે આ બ્રહ્માંડ કોઈ નિર્જીવ પદાર્થનો ચમત્કાર નથી. તેનંુ અસ્તિત્વમાં આવવું અને ટકવું કોઈ નાનીસુની વાત નથી. બ્રહ્માંડમાં જે કાયદા અને વ્યવસ્થા જોવા મળે છે તે આપમેળે નથી બની શકતા અને તેની કોઈ શકયતા પણ નથી કે તે ચુસ્ત નિયમ વગર ચાલતી રહે. આ જીવન અને બ્રહ્માંડ કોઈ મહાન હસ્તીની જબરજસ્ત તાકાત અને કુદરતની નિશાની છે. આ હસ્તીની મહાનતાની સામે આપણું માથું નમાવવું જ આપણું કર્તવ્ય છે. પછી આપણી અંદર નૈતિક સભાનતા પણ જોવા મળે છે. આપણે જૂઠ, દગો અને દરેક પ્રકારના અન્યાયને ખોટું ગણીએ છીએ. સત્ય ન્યાય અને દયાને સારૃ ગણીએ છીએ. આ નૈતિક સભાનતા અસાધારણ વસ્તુ છે. આ સભાનતા આપણને ઉત્તરદાયી બનાવે છે અને આ અહેસાસ કરાવે છે કે સારા અને ખોટા કર્મોના આપણે જવાબદાર છીએ અને તેના માટે આપણે જ ઉત્તરદાયી છીએ.

આ બીજા પ્રકારનો જ્ઞાન વ્યક્તિને પશુ-પક્ષીઓ અને બીજા પ્રાણીઓથી જુદો અને વિશિષ્ટ દરજ્જો અર્પણ કરે છે આ તેને એક એવા નાજૂદ વળાંક પણ લાવીને ઉભો કરી દે છે જ્યાં જો તે આ મુકામની મહાનતાની ઉપેક્ષા કરે અને સાચી શ્રદ્ધા અને ઉચિત ખ્યાલથી પોતાની જાતને અળગો રાખે તો તેની પરિસ્થિતિ જેલના એ કેદી જેવી થઈ જશે જે એમ સમજતો હોય કે આ જેલ સિવાય બીજી કોઈ જગ્યાનો અસ્તિત્વ છે જ નહીં!!! તેને પોતાની આ સ્થિતિનો અહેસાસ હોય કે ન હોય પરંતુ તેની આ સ્થિતિ દયનીય હશે. અજ્ઞાનના કારણે ખુશી અને ખુશમીજાજ પણ જોવા મળી શકે પરંતુ તેની ખરી પરિસ્થિતિમાં કોઈ ફેરફારની શક્યતા નથી.

જ્ઞાનનો એક પ્રકાર ઓર છે જે ખુબજ ઉમદા હોય છે. જેને અવલોકન કહે છે. આ પ્રકારનો જ્ઞાન ફકત સંભાવના પુરતો નથી હોતો. પરંતુ જ્ઞાન અહીં દિલનો ધબકારો બની જાય છે. જો તે જીવનના રહસ્યને જાણવાની જેમ જાણી શક્યો છે તો પછી આ જ્ઞાન તેના માટે તે જ્ઞાન હશે જે તેના પુરા જીવનને ચમકાવી દેશે. આ પ્રકારનો જ્ઞાન તેને ખુશી શું છે તેની જાણકારી આપશે. જેનાથી આમ લોકો અજાણ હોય છે. જીવનમાં જો સત્ય અને ઇશ્વર/ અલ્લાહનું જ્ઞાન વ્યક્તિને અવલોકન સ્વરૃપે મળી જાય છે તો જરૃર તેના જીવનમાં એક મોટો પરિવર્તન આવશે. આ જ્ઞાન કર્મમાં ઢળીને બંદગી અને ઉપાસનામાં રૃપાંતર થઈ જશે. તેના જીવનમાં એક ક્રાંતી આવી જશે. તે સત્યને ફકત જાણતો જ નહીં હોય પણ જીવતો હશે. સત્ય તેના માટે ઇચ્છા અને અકાંક્ષાનો પર્યાય બની જશે. અને તેની અસરો તેના સમગ્ર જીવનમાં જોઈ શકાશે. તે વિચારશે એ જ જે તેને વિચારવું જોઈએ અને જાણશે એજ જે તેણે જાણવું જોઈએ. અને તેનો કર્મ પણ એ જ હશે જે ઇચ્છનીય છે. તે સત્યને માણતો હશે. તેને અહેસાસ થશે કે જે જ્ઞાન અને ધારણા તેણે પ્રાપ્ત કરી છે તે જીવનની સૌથી કીંમતી વસ્તુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments