Friday, April 26, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસવ્યક્તિત્વ વિકાસના વિચારનો વૈજ્ઞાાનિક અંદાજ

વ્યક્તિત્વ વિકાસના વિચારનો વૈજ્ઞાાનિક અંદાજ

વિચાર પણ ખૂબ જ સર્વ-વ્યાપી અર્થ ધરાવતો શબ્દ છે. ચિંતન, ખયાલ, મનન ધ્યાન વિ. તો તેના અર્થમાં આવે છે, સૂઝ-બૂઝ, ચિંતા, આશંકા, કલ્પના, ધારણા, બુદ્ધિ, સમજ અને દૂરંદેશી વિ.ના તમામ અર્થો પણ વિચારમાં છૂપાયેલા છે. ચિંતન-મનન જો બોલવામાં આવે તો સલાહ-મસ્લત, ધુન લાગવી, લગન હોવી, બંદોબસ્ત, પરખ, યુક્તિ અને જાણકારી તથા માહિતી પણ શબ્દકોષમાં તેના અર્થમાં જોવા મળે છે.

વિચારનારા બુદ્ધિજીવીઓમાં એ લોકો કે જેઓ કલ્પનાની ઊંચી ઉડાન ધારણા તથા અનુમાન સાથે જોડાયેલા હોય તેઓમાં સાહિત્યકાર, કવિ, કલાકાર અને ચિત્રકાર વિ.નું નામ લેવામાં આવે છે. વિજ્ઞાાન તથા ગણિતના નિષ્ણાતો તેમજ statistics ના જ્ઞાાનથી પણ વિચારવાના અંદાજ સામે આવી રહ્યા છે.

વિચાર ભૂતકાળનો ઝરૃખો પણ છે, વર્તમાનકાળનું રહસ્યોદ્ઘાટન અને ભવિષ્યકાળની સીડી-નિસરણી પણ. વિચારનો નિમ્ન દરજ્જો ખુલ્લી આંખોથી સ્વપ્ન જોવા અને અમલ-વિહોણા સ્વપ્ન-જગતમાં ગુમ રહેવું પણ છે અને આ જ વિચાર પોતાના ઉચ્ચ દરજ્જામાં દૂરદર્શી વિચાર બની જાય છે. દૂરદર્શીતામાં વિચાર માત્ર તમન્ના જ નહીં બલ્કે એક ચિંતનાત્મક વલણ કે વીઝન કહેવાય છે. ભૂતકાળથી ફાયદો ઉઠાવવો કે શીખવું વર્તમાનકાળની જાણકારી કે સૂચના લઈ ભવિષ્યકાળનો વિચાર જ્યારે Imagination કહેવાય છે તો કલ્પનાની ઉચ્ચતા, સર્જન-શક્તિ, ચિંતન-વિચારની ઉડાન અને નવી વાત કે સંશોધનની શક્તિને આવરી લેતો વિચાર થઈ જાય છે.

આજનો મોટો પડકાર આ છે કે ભવિષ્યને કેવી રીતે વિચારવામાં આવે જે આપણા આજથી જુદો હોય. જે આપણને એક અજાણ્યા સમયમાં દાખલ કરી શકે. સમય કે જે આપણને વર્તમાનના પ્રચલિત વર્તુળો-ક્ષેત્રોથી બહાર લાવી શકે. આ વિચાર વર્તમાનના તૂટવા અને વિચ્છેદ થવા માટે છે, જેનું કોઈ નિશ્ચિત મોડેલ તો નથી બનાવી શકાતું, પરંતુ આ ‘વીઝન’ આનાથી વધુ છે કે આપણે આજે શું છીએ. રાષ્ટ્રીય, કોમી, ભાષાકીય જૂથોના હવાલાથી ભવિષ્યની ‘સોચ’ અર્થાત્ વિચાર આરઝૂ અને તમન્નાની ઉડાનની સાથે સાથે ઘણી ગૂઢાર્થનો તકાદો છે. આ એ વિચાર છે જે ગુમ થયેલની પુનઃઅનુભૂતિ કરાવે કે આપણે આજે શું છીએ, તે વિશ્વાસ જન્માવે કે આપણે આવતી કાલે શું હોઈ શકીએ છીએ. આપણી આસપાસ અને આપણા સમયની જીવંત વાસ્તવિકતાઓની પહોંચ, જે કોઈ પણ કોમની પીડાનું અનુમાન પણ છે, જે દેખીતી રીતે ન સમજાય તેમ હોવા છતાં એ વિશ્વાસની દેણ છે જે દરેક અનુભવથી પહેલાં મગજમાં એવી રીતે મૌજૂદ રહે કે તેના વિના અનુભવ શકય ન હોય. એ વિચાર જે એક સંયુક્ત સફરની ઉપલબ્ધિ હોય છે.

સમગ્ર વિશ્વમાં આ રીતે વિચારનારાઓ પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જેઓ ભવિષ્યનો ખ્યાલ રાખીને ચાલનારા સમાજની રચના કરી શકે. સૌથી વધુ સામેની વાત વાતાવરણને પ્રદૂષિત થવાથી બચાવવાની છે જેમાં ધરતી પર હરતી-ફરતી દરેક વ્યક્તિનો ફાળો છે. હવા, પાણી, ધરતીની અંદર ને બહાર, વાતાવરણનું દરેક દરેક પડ પ્રદૂષિત છે. કહેવામાં આવી રહ્યું છે કે દુનિયાની તમામ શાળાઓ, કોલેજોે, મદ્રસાઓ અને યુનિવર્સિટીઓમાં દરેક યુગના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ભવિષ્યનો ખ્યાલ રાખવો અને  ભવિષ્યનું અધ્યયન અનેક રીતોથી અભ્યાસક્રમનો જરૂરી ભાગ બનાવવાનું કામ શરૃ થઈ ચૂક્યું છે. આનો હેતુ ભવિષ્યને વિચારવાની ટેવ નાખવાનો છે.

વિચારનો પ્રથમ પ્રકાર તાર્કિક વિચાર કે Logical Imagination છે. આ એ વિચાર છે જે પ્રવર્તમાન વલણો, પ્રચલિત ટ્રેન્ડ્સ, વર્તનો તથા વલણે તેમજ વૈચારિક દિશાઓની સારપ, ખામીઓ અને ખરાબીઓ પર ચર્ચા કરી નવા વૈચારિક વલણોનો માર્ગ સાનુકૂળ બનાવે.

બીજો પ્રકાર ટીકાત્મક વિચારનો છે. આ જરા વધુ ઊંડો વિચાર છે જેમાં ઝીણવટપૂર્વક જોવું, કુશાગ્રબુદ્ધિશાળી સમીક્ષાત્મક તથા વિવેચનાત્મક દૃષ્ટિ સાથે વર્તમાન પરિસ્થિતિની પાયાની કમજોરીઓ અને ખામીઓને ઉજાગર કરતાં આ બતાવવામાં આવે છે કે ભવિષ્યની છબી રજૂ કરવામાં વર્તમાન જાણકારી કે જ્ઞાાન કયાં કયાં ઘટાડા-વધારાનો ભોગ બનેલ છે જેને દૂર કરી દેવામાં આવે તો એક નવું ભવિષ્ય સામે હોય.

ત્રીજો પ્રકાર સર્જનાત્મક વિચારનો છે, જે વર્તમાન કેફિયત કે વલણમાં વધારો, અને વિસ્તરણ, મિશ્રણ, ઘટાડો-વધારો કે રદિયો તથા સમર્થન પર આધારિત વિચાર નથી, બલ્કે વર્તમાન કલ્પનાઓને ઠુકરાવતાં બિલકુલ નવા હેતુની તલાશ અને એક નવા યુગના મંડાણ છે, એટલે કે અનોખા વિચારની શરૃઆતનું નામ સર્જનાત્મક વિચાર છે.

સર્જનાત્મક વિચાર વીતેલા સમય પર ચર્ચા ને ટિપ્પણીથી પર કલ્પના હોય છે. સભાનતાની ઉડાન અને વિશ્વાસની છલાંગ કે જે સમયના વ્હેણ-પ્રવાહથી બહાર લઈ આવે. ઉમ્મતે મુસ્લિમાને કોઈ એવા જ વિચારની જરૂરત છે જે માનવતાના વિચાર-બિંદુને બદલી નાખે.

સર્જનાત્મક વિચાર, વિચારવાના વૈજ્ઞાાનિક સાધનોના ઉપયોગથી પણ પેદા કરી શકાય છે, જેમાં કોમ્પ્યુટર,  statistics અને calculusની મદદથી એકથી વધુ દૃષ્યો બનાવી શકાય છે. દુનિયાના તમામ પ્રદેશોમાં જેવી રીતે ભવિષ્યથી જોડાયેલ વિચાર જાગૃત કરાઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કેટલાક લોકો આવનાર કાલ ઉપર વિચારોની આપ-લે કરવા બેસે તો એક ખુરશી ખાલી રાખે. આ ખુરશી આપણી આવનાર પેઢીની છે. તેને પોતાની સલાહ-મસ્લતોમાં સામેલ રાખો. મુસ્લિમ-જગતમાં પણ પોતાની વર્તમાન વિચાર-શૈલીને ભવિષ્યની પીઢીઓ માટે એકથી વધુ ભવિષ્યો અને સહેતુક ભવિષ્યોને તારવાના વલણ પર લાવવાનું એક જરૂરી કામ કરવાનું છે. ભવિષ્યની શક્યતાઓની માત્ર અભિવ્યક્તિ અને ઉલ્લેખ કરી દેવાથી જ વાત પૂરી નથી થઈ જતી. પીડા તથા વ્યાકૂળતાની કાવ્યાત્મક અભિવ્યક્તિ અને જીવંત સાહિત્યની રચના જ દુનિયા માટે પૂરતું નથી, બલ્કે આપણી વર્તમાન અને ભાવિ પીઢીઓને આ વિચાર-ચિંતનથી ગાઢ પરિચિત કરવી પણ જરૂરી છે. માત્ર કલ્પનાઓ ઘડવી છે એટલું જ નહીં બલ્કે તેમને અન્યો સુધી પહોંચાડવી પણ છે અને સૌને એ વિચાર-શૈલીના ફાયદાઓ પર રાજી કરવા અને મિલ્લતને માનવતાની વિચાર-યાત્રામાં સામેલ કરવા પણ જરૂરી છે.

વિચાર-ચિંતનના વૈજ્ઞાાનિક અંદાજના સ્થાપક બુદ્ધિજીવીઓનું માનવું છે કે આપણા બાળકો અને ભાવિ-આવનારી પીઢીઓ બિલકુલ ખુલ્લી પશ્ચાદભૂમિમાં એકથી વધુ વૈકલ્પિક સંજોગોની પસંદગી અને રદિયા તથા સ્વીકારની આઝાદી તેમજ સત્તા સાથે વિચારનાર બને. કોઈ એક વિચાર અને કોઈ એક પરિસ્થિતિના અનેક તબક્કાવાર તથા વિગતોને જાણવા, સમજવા અને દૃષ્ટિ સમક્ષ રાખવા અને તેમની વિગતોનું ધ્યાન રાખતાં કોઈ ખાસ નિર્ણયની તમામ સંભવિત અસરોનું નિરીક્ષણ કરી શકવાનું વૈચારિક વલણ પેદા કરવામાં આવે. આથી જ એક ભવિષ્યનો વિચારના બદલે એકથી વધુ ભવિષ્યોની વાત કરવામાં આવે કે જેથી આ બતાવી શકાય કે આજના નિર્ણયોમાં થોડા થોડા ફેરફારો કરીને આવનારા સમયને પસંદપાત્ર પરિણામો સુધી પહોંચવા માટે મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની કાર્યપદ્ધતિ કેવી રીતે ઘડી શકાય છે!

કેટલાક ઉદાહરણોથી આ કાર્ય-પદ્ધતિને સમજાવી શકાય છે. એક ઉદાહરણ તાજેતરમાં ચૂંટણીઓ કરાવવાની ટેકનિકની છે. લોકશાહીમાં દરેક પક્ષ દરેકે દરેક વિસ્તારમાં એક એક બેઠક જીતવા માટે કાર્ય-પદ્ધતિ તૈયાર કરે છે. કોમ્પ્યુટર તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી તમામ વોર્ડો (મતક્ષેત્રો)માં મત આપનારાઓને શૈક્ષણિક સ્તર, સંખ્યા, તેમની વ્યક્તિગત અને સામુહિક સમસ્યાઓ ઉપર વકતવ્ય આપનારાઓ માટે લોકોની કમજોરીઓ ઉપર આંગણીઓ મૂકવાની સૂચનાઓ, તેમની તમન્નાઓ અને આરઝૂઓ ઉપર ખરા ઉતરવા તેમના આર્થિક, ધાર્મિક તથા ભાષાકીય વિભાજનના આંકડાઓ જાતિ-જ્ઞાાતિમાં વહેંચીને ફાયદો હાસલ કરવાની શક્યતાઓ, પોતાના પક્ષની કમજોરીઓ તથા તાકત, વિરોધ પક્ષની તાકત તથા કમજોરીઓવાળા મુદ્દાઓ વિ. બધું કોમ્પ્યુટર દ્વારા અને વૈજ્ઞાાનિક રીતોથી સોફ્ટવેર બનાવીને મોટા અનોખા અંદાજમાં મીડિયા, વિજ્ઞાાપન, ટીવી વીડિયો અને અખબારમાં આવનારા સમાચારોના ક્રમને એવી રીતે સાનુકૂળ કરવા કે બિલકુલ સમય પર પાસું પોતાની તરફેણમાં પલટી શકે વિ. વિ.

આવી જ રીતે ફિલ્મી અદાકારો, રાજકીય પ્રતિભાઓ અને હવે તો કવિઓ તથા સાહિત્યકારો પણ પોતાની પ્રજાકીય છબી અને પબ્લીક ઈમેજ બનાવવા માટે વિધિવત્ કનસલ્ટિંગ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા લાગ્યા છે કે કેવી રીતે ક્યારેક સારા અને ક્યારેક ખરાબ સમાચારો છપાવડાવીને હંમેશ સમાચારોમાં રહેવું, નવા નવા સોફ્ટવેરના ઉપયોગથી જનમતને પોતાની તરફેણમાં સાનુકૂળ કરાવવો, જનમત સાનુકુળ કરવા માટેની એજન્સીઓ રચાઈ ચૂકી છે જે મોટી મોટી ફી લે છે કે કેવી રીતે કોઈને રોજિંદી ચર્ચાનો વિષય બનાવ્યે રાખવા અને જે તે વિષયના નિષ્ણાંતોથી તમારી કારકિર્દી પર ઉચ્ચ પ્રકારના ટીકાત્મક લેખો છપાવડાવીને સમીક્ષા કે ટિપ્પણીઓની ભરમારથી તમારૃં કદ ઊંચુ કરવું, નામના કે ખ્યાતિ માટેના પ્રયત્નો કરવા વિ. વિ. આ એજન્સીઓની સેવાઓ છે.

અમેરિકાના થીંક ટેન્ક ઇન્ડસ્ટ્રીમાં, ખોરાકની પેદાશ વધતી જતી, ઘટતા જતા સંસાધનો, ધરતી પર વસનારા માનવોમાં પ્રાદેશિક અસમાનતા, ધન-દૌલત, સંસાધનોની વ્હેંચણી, ધાર્મિક, ભાષાકીય, મહિલાઓ, પુરુષો, બાળકો, યુવાનો અને વૃદ્ધોના આંકડાઓ, નવી ટેકનોલોજી, આતંકવાદ, આધ્યાત્મિક દુર્દશા, ધર્મ-વિહોણી સંસ્કૃતિનું સંભવિત પતન, નવી સ્ભ્યતા-સંસ્કૃતિઓ અને ઇસ્લામની પ્રગતિની શક્યતાઓ, ઉર્જાના નવા સાધનો વિ.ના અનેક આંકડાઓ તેમજ પેરામીટર્સ પર આધારિત સેંકડો અધ્યયનો કરાવાઈ રહ્યા છે. કોઈ કહે છે કે દુનિયા ટૂંકમાં જ અત્યંત ખરાબ સમય જોશો. કોઈ કહે છે કે ખતરો એટલો સમીપ નથી કે સાચી ગણતરી કરી શકાય, પરંતુ એટલો દૂર પણ નથી કે નિશ્ચિત થઈને બેસી રહીએ. આ જ આંકડાઓને બીજી અને ત્રીજી રીતે ગોઠવીને કોઈ કહે છે કે કોઈ જ ખતરો નથી, દુનિયા વધુ સારી થઈ જશે. પરંતુ મોટાભાગના લોકોનું માનવું છે કે દુનિયા કેટલીય દિશાઓમાં પોતાની સીમાઓનું ઉલ્લંઘન કરી ચૂકી છે, અને વર્તમાન વલણ ચાલુ જ રહ્યું તો આપણા બાળકોની ઉંમરમાં જ ગ્લોબલ કોલેપ્સ અને વૈશ્વિક પતનનો ભેટો થઈ જશે. દુનિયા નષ્ટ થઈ જશે, આ વિવશતા સમગ્ર વિશ્વમાં એક સાથે જ નહીં સર્જાશે, બલ્કે વિવિધ વિસ્તારોમાં વિવિધ સમયે તેની શરૃઆત થશે.

કાલની ચિંતા છે તો તેના માટે આજે કંઇ કરવું છે. આપણા કર્મો આકાશ પર જાય છે, અને તે મુજબ ફેંસલા ઊતરે છે. તાકીદ છે કે આજનું કર્મ બદલીએ કે જેથી ઊતરનારા ફેંસલા બદલાય. આ વિચાર અને આ સૂચન આપણને પ્રોત્સાહિત કરે. પોતાનું વાતાવરણ દૂષિત થવાથી બચાવે. પ્રદૂષણની અસરોથી પહોંચનારા નુકસાનમાં આપણો પણ ફાળો છે અને વાતાવરણને પ્રદુષિત કરવામાં આપણે પણ સામેલ છીએ. આપણે સંપત્તિઓ સાચવીને રાખીએ. આર્થિક અને વૈચારિક સંપત્તિઓને કાટ લાગવા ન દઈએ.

વૈચારિક સંપત્તિઓ સાચવી રાખવા માટે જરૂરી છે કે નકારાત્મક વિચારોને અને હિંમત હારી જનારા વિચારોને હકારાત્મક વિચારોમાં ફેરવી નાખવાની વ્યવસ્થા કરતા રહેવું, ડૂબતી નાડીઓને સંભાળી રાખવી. આના માટે વિચારની ઊડાન, એકાંતના તાંતણાની ઉડાન, વર્તમાન કાળની હકીકતોની જાણકારી, વૈચારિક સ્ત્રોતોની માહિતી, બદલતા સમયના ઝડપી પરિવર્તનોથી જાણકારી અને નવી તેજસ્વિતાઓને આ પરિવર્તનની ગતિથી ઉદ્ભવનારી ગૂંચવણનો સામનો કરવા માટે તૈયાર રાખવા. આપણે ખૈરે ઉમ્મત છીએ. આપણી જવાબદારી સમગ્ર માનવતાને સંભાળવાની છે. આપણા ‘ખૈર’ હોવાનો અહેસાસ મંદ પડવા લાગે તો આપણે સાંસ્કૃતિક મોતે મરવા લાગીએ છીએ. પરંતુ પોતાના ખૈર હોવા અને પોતાની જવાબદારીનું એલાન પોતાના જ મંચો પરથી કરવાથી કંઈ નહીં થાય, દુનિયાથી મનાવડાવવાનું છે.

જમાનો ચેલેન્જનો છે. જન સાધારણની સહન-શક્તિને સત્તાધીશોની મૂર્ખામીઓનો સામનો કરવાનો પડકાર સૌથી મોટો છે. ‘સોચ’ અર્થાત્ વિચાર જરૂરી છે, અને જરૂરી છે વૈજ્ઞાાનિક ઢબે આધુનિક સાધનોનો ઉપયોગ કરીને વિચારની તમામ શક્યતાઓનું ચલણ પ્રચલિત કરવામાં આવે. *

 – અંજૂમ ઇકબાલ, મક્કા મુકર્રમા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments